ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Moscowમાં Black Rain? યુક્રેનના ડ્રોન હુમલા બાદ ઓઈલ રિફાઈનરીમાં આગ, લોકોના આરોગ્યને ખતરો

World News: યુક્રેનના મોટા ડ્રોન હુમલા બાદ રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી એક મોટી ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી હતી. આ હુમલા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં અજીબ ઘટના જોવા મળી હતી, જ્યાં રહેવાસીઓએ આકાશમાંથી કાળા રંગના તૈલીય કણો પડ્યાનો દાવો કર્યો હતો. સ્થાનિક લોકો તેને બ્લેક રેઈન Black Rain એટલે કે કાળો વરસાદ કહી રહ્યા છે.

200 ડ્રોનનો ઉપયોગ કરાયો

રિપોર્ટ મુજબ યુક્રેન તરફથી મોસ્કો પર અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલામાં લગભગ 200 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલા બાદ રિફાઈનરીમાંથી ધુમાડાના વિશાળ ગોટા આકાશમાં ફેલાયા હતા અને મોસ્કો વિસ્તારના કેટલાક ભાગોમાં પ્રદૂષણ અને તૈલીય અવશેષો જોવા મળ્યા હતા.

મોસ્કોના કેટલાક રહેવાસીઓએ દાવો કર્યો કે વરસાદ જેવા સૂક્ષ્મ કાળા ટીપાં તેમના કપડાં, કાર અને ઘરોની બારીઓ પર પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રસ્તાઓ, વાહનો અને સપાટીઓ પર કાળા ચીકણા પડ દેખાઈ રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રશિયન અધિકારીઓનો ઈનકાર

રશિયન અધિકારીઓએ મોસ્કોમાં કોઈ ઓઈલ રેઈન પડવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સ્થાનિક પ્રશાસને કેટલાક વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી હતી. લોકોને બારીઓ બંધ રાખવા અને ધુમાડાથી બચવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓને વધુ સાવધ રહેવા જણાવાયું હતું.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે 24 કલાક દરમિયાન દેશભરમાં લગભગ 1000 ડ્રોન અને અનેક મિસાઈલોને રોકવામાં આવી હતી. જોકે મોસ્કોમાં રિફાઈનરી આગ બાદ જોવા મળેલા કાળા અવશેષોએ યુદ્ધના પર્યાવરણીય પ્રભાવ અંગે નવી ચર્ચા શરૂ કરી છે.

આ પણ વાંચોઃ રથયાત્રાની પૂર્વ તૈયારીઓઃ જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને લેવાયા કેટલાક નિર્ણયો
Back to top button