450 વર્ષ જૂનો દુનિયાનો નકશો ખોટો હતો! જાણો UN માં પસાર થયેલા નવા ‘Equal Earth’ મેપની સંપૂર્ણ વિગત

Mercator vs Equal Earth map UN resolution 2026: શાળા, કોલેજોમાં આપણે અત્યાર સુધી દુનિયાનો જે નકશો જોઈને દેશો અને ખંડોનું કદ સમજ્યા છીએ, તે વાસ્તવમાં સાચો નહોતો. આ નકશો દેશોનું અસલી કદ દર્શાવતો નહોતો. આ નકશા પાછળની કહાણી સમજીએ તો પશ્ચિમી દેશો અને યુરોપ-અમેરિકાની એ ચાલબાજી સમજાશે, જેના દ્વારા તેમણે પોતાના દેશોના કદને વાસ્તવિકતા કરતાં ઘણું મોટું દર્શાવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આફ્રિકા અને ગ્રીનલેન્ડનો મોટો ભ્રમ
સામાન્ય વર્લ્ડ મેપમાં ગ્રીનલેન્ડ અને આફ્રિકા ખંડ બંને લગભગ સરખા કદના દેખાય છે. પરંતુ હકીકત એ છે કે આફ્રિકા ખંડ ગ્રીનલેન્ડ કરતાં પૂરા 14 ગણો મોટો છે. ગ્રીનલેન્ડનું ક્ષેત્રફળ આશરે 21.66 લાખ ચોરસ કિમી છે, જ્યારે આફ્રિકાનું ક્ષેત્રફળ 3.03 કરોડ ચોરસ કિમીથી વધુ છે.
આફ્રિકા એટલો વિરાટ છે કે તેમાં અમેરિકા (9.83 મિલિયન ચોરસ કિમી), ચીન (9.6 મિલિયન), ભારત (3.29 મિલિયન), જાપાન, મેક્સિકો અને પશ્ચિમ યુરોપના મોટાભાગના દેશો એકસાથે સમાઈ જાય તો પણ જગ્યા બાકી રહે છે.
Mercator Projection vs. Reality: The True Size of Every Country pic.twitter.com/cfjJPllQLD
— African Maps (@MapsAfrican) September 6, 2026
1569 માં આવ્યો હતો ‘મર્કેટર મેપ’ (Mercator Map)
જે નકશાને લઈને આજે વિવાદ થઈ રહ્યો છે તેની શરૂઆત 1569માં થઈ હતી. જર્મન-ફ્લેમિશ કાર્ટોગ્રાફર ગેરાર્ડસ મર્કેટેરે આ પ્રોજેક્શન તૈયાર કર્યું હતું. તેનો મૂળ હેતુ દરિયાઈ મુસાફરો (Navigators) માટે દિશા અને ખૂણા સાચા દર્શાવવાનો હતો.
આ પણ વાંચોઃ ટેક કંપનીઓ પર સંશોધન કરતા-કરતા આ રીતે બની હનુમાન અંશ, 21 વર્ષની છોકરીએ હાંસલ કરી સિદ્ધિ
પરંતુ ગોળાકાર પૃથ્વીને 2D ચપટા કાગળ પર દર્શાવવાની પ્રક્રિયામાં એક મોટી સમસ્યા ઊભી થઈ. મર્કેટર મેપમાં તમે વિષુવવૃત્ત (Equator) થી ઉત્તર કે દક્ષિણ ધ્રુવો તરફ જાઓ તેમ જમીનનું કદ વાસ્તવિકતા કરતાં ખૂબ મોટું દેખાવા લાગે છે. તેથી વિષુવવૃત્તથી દૂર આવેલા ગ્રીનલેન્ડ, કેનેડા, રશિયા અને યુરોપ ખૂબ મોટા દેખાવા લાગ્યા, જ્યારે વિષુવવૃત્તની નજીક આવેલો આફ્રિકા ખંડ નાનો દેખાવા લાગ્યો.
નકશા દ્વારા માનસિકતાનું રાજકારણ અને ‘Correct the Map’ અભિયાન
આફ્રિકી દેશોનો દાવો હતો કે આ નકશાએ સદીઓથી બાળકો અને યુવાનોના મનમાં એક ‘Visual Hierarchy’ ઉભી કરી દીધી કે યુરોપ અને અમેરિકા મોટા તથા સમૃદ્ધ છે, જ્યારે આફ્રિકા અને ગ્લોબલ સાઉથના દેશો નાના અને ઓા મહત્વના છે.
આ અસમાનતા અને સંસ્થાકીય માનસિકતા સામે આફ્રિકી દેશ ‘ટોગો’ (Togo) અને આફ્રિકન યુનિયને ‘Correct the Map’ અભિયાન ચલાવ્યું. 2018માં નકશાકાર બોજાન સાવરિચ, ટોમ પેટરસન અને બર્નહાર્ડ જેનીએ ‘Equal Earth’ પ્રોજેક્શન બનાવ્યું, જે દેશોના સાચા ક્ષેત્રફળને આબેહૂબ દર્શાવે છે.
UN માં ઐતિહાસિક મતદાન
નવા ‘Equal Earth’ નકશાને અપનાવવા માટે 4 સપ્ટેમ્બર 2026 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં મતદાન થયું હતું.
-
સમર્થનમાં: 164 દેશોએ વોટ આપ્યો.
-
વિરોધમાં: અમેરિકા એકમાત્ર દેશ હતો જેણે વિરોધ કર્યો.
-
તટસ્થ: 6 દેશો (એસ્ટોનિયા, જોર્જિયા, લિથુઆનિયા, મોલ્દોવા, સર્બિયા અને યુક્રેન) ગેરહાજર રહ્યા.
ટોગોએ જાહેરાત કરી છે કે 2026ના અંત સુધીમાં તે પોતાની શાળાઓમાં માત્ર આ નવો નકશો જ વાપરશે.
They taught us Africa was “smaller” on the map.
It wasn’t.
Africa is ~30.4 MILLION km² big enough to fit the USA, China, India & much of Europe.
The Mercator projection was created for navigation, but during the colonial era its distorted image of the world became deeply… pic.twitter.com/OksqYY5ysR
— Dsain’t🤡 (@imisituntun) September 6, 2026
શું UN નો નિર્ણય બાધ્યકારી (Mandatory) છે?
ના, UN નો આ પ્રસ્તાવ કાનૂની રીતે બાધ્યકારી નથી. મર્કેટર મેપ પર કોઈ પ્રતિબંધ મુકાયો નથી. પરંતુ શાળાઓ, વૈશ્વિક સંસ્થાઓ અને ટેક કંપનીઓને ક્ષેત્રફળની સરખામણી વખતે Equal Earth જેવા નકશા વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. નેવિગેશન માટે મર્કેટર મેપનો ઉપયોગ ચાલુ જ રહેશે.
આ પણ વાંચોઃ શું તમે ઘરમાં આ જગ્યાએ કરો છો ભોજન? તો તમે ગરીબીને આપી રહ્યા છો આમંત્રણ
ભારતનું વલણ અને સાર્વભૌમત્વ
ભારતે UN માં આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું છે. જોકે ભારત વિષુવવૃત્તથી બહુ દૂર ન હોવાથી તેના ભૌગોલિક કદમાં ખાસ ફેરફાર થશે નહીં.
ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ સમર્થનનો અર્થ દેશની સીમાઓમાં ફેરફાર નથી. ભારતે ભારપૂર્વક કહ્યું કે, “જમ્મુ-કાશ્મીર અને લડાખના કેન્દ્રશાસિત પ્રદેશો સહિત સમગ્ર સાર્વભૌમ ક્ષેત્રને ભારતના સત્તાવાર રાજકીય નકશા મુજબ જ દર્શાવવું પડશે. કોઈ પણ ગેરમાર્ગે દોરતી રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં.”
શું Equal Earth નકશો 100% સાચો છે?
ના, ગોળાકાર પૃથ્વીને સપાટ કાગળ પર ક્યારેય 100% સાચી રીતે ઉતારી શકાતી નથી. જો ક્ષેત્રફળ સાચું રાખવા જઈએ તો દેશોનો આકાર થોડો બદલાય છે, અને આકાર સાચો રાખીએ તો દિશા કે અંતરમાં ફેરફાર થાય છે. પૃથ્વીનું સૌથી સાચું રૂપ માત્ર ‘ગ્લોબ’ (Globe) જ છે, પરંતુ દરેક કામ માટે નકશા અલગ-અલગ ઉપયોગમાં લેવાય છે.
આ પણ વાંચોઃ ભૌમ પ્રદોષ પર ભગવાન શિવને આ અર્પણ કરો, દેવા અને સમસ્યામાંથી મળશે મુક્તિ!












