ઈરાને અમેરિકાને કેટલું નુકસાન પહોંચાડ્યું? રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Middle East Conflict: અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો, ત્યારથી મધ્ય પૂર્વમાં સંઘર્ષ ચાલી રહ્યો છે.
યુદ્ધને પગલે પશ્ચિમ એશિયામાં ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કરી રહ્યા છે, ત્યારે ઇરાન પણ જોરદાર જવાબી હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન, મધ્ય પૂર્વમાં યુનાઇટેડ સ્ટેટ્સને થયેલા નુકસાન કેટલુ થયું છે તેને લઈને એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે.
અમેરકા સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને સમાચાર એજન્સી દ્વારા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે આ મોટાભાગનું નુકસાન 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના હવાઈ હુમલા પછીના અઠવાડિયામાં તેહરાનના બદલો લેવાના હુમલાઓને કારણે થયું હતું. જ્યારે ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાની સંપત્તિને થયેલા નુકસાનનો સંપૂર્ણ સ્કેલ હજુ સ્પષ્ટ નથી, પરંતુ 800 મિલિયન ડૉલરનો આંકડો એ દર્શાવે છે કે યુદ્ધમાં અમેરિકાને કેટલી કિંમત ચૂકવવી પડી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘નુકસાન અંદાજ કરતાં વધુ હોઈ શકે છે’
CSIS સ્ટડીના સહ-લેખક માર્ક કેન્સિયનને ટાંકીને એક સમાચાર એજન્સીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “આ વિસ્તારમાં યુએસ ઠેકાણા પર નુકસાન તો ઘણું થયું છે પણ નુકસાનનું પ્રમાણ ઓછું બતાવવામાં આવ્યું છે, ત્યારે વધુ માહિતી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નુકસાનની સંપૂર્ણ માહિતી જાણી શકાશે નહીં.”
ઈરાને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા
ઈરાને જોર્ડન, સંયુક્ત આરબ અમીરાત અને અન્ય ગલ્ફ દેશોમાં US એર ડિફેન્સ અને સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમને નિશાન બનાવી છે. જોર્ડનમાં યુએસ એર બેઝ પર ટર્મિનલ હાઇ અલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) સિસ્ટમના રડારને ભારે નુકસાન કર્યું છે. સંરક્ષણ વિભાગના બજેટ દસ્તાવેજોની CSIS સમીક્ષા અનુસાર, આ રડાર સિસ્ટમનો ખર્ચ આશરે 485 મિલિયન ડૉલર છે.
આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ઈરાન સરકારે કેમ બહાર પાડી 1,00,00,000ની નવી નોટ?












