ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

SSC કૌભાંડ કેસઃ પાર્થ ચેટર્જી પર કોણે ફેંક્યુ ચપ્પલ ?

પશ્ચિમ બંગાળ SSC કૌભાંડમાં EDની તપાસનો સામનો કરી રહેલા રાજ્યના ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી પર એક મહિલાએ ગુસ્સામાં ચપ્પલ ફેંક્યું હતું. આ ઘટના તે સમયની છે જ્યારે પાર્થ ચેટર્જી હોસ્પિટલથી નીકળી રહ્યા હતા. મહિલા પણ તેની સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી. ચપ્પલ ફેંકનાર મહિલા ESI જોકા હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. ચપ્પલ ફેકતા આ મહિલાએ કહ્યું કે આ નેતા જનતાના પૈસા લૂંટી રહ્યા છે.

કેવી રીતે બની ઘટના ?

લીલી સાડી પહેરેલી મહિલા ESI હોસ્પિટલની બહાર લાંબા સમય સુધી ઉભી હતી. કોઈને ખબર પણ નહોતી કે તે પાર્થ ચેટર્જીની રાહ જોઈ રહી છે અને તેના પર હુમલો કરશે. પાર્થ ચેટર્જીને જોતાં જ તે તેની તરફ આગળ વધી અને તેના ચપ્પલ પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી પર ફેંકી દીધા. મેડિકલ તપાસ બાદ પાર્થ ઈએસઆઈ હોસ્પિટલમાંથી જતો રહ્યા હતા. ત્યારે એક ચંપલ તેમની તરફ ફેંકવામાં આવ્યું, તેની થોડી જ સેકન્ડોમાં મહિલાએ બીજુ ચપ્પલ પણ તેમની તરફ ફેંક્યું.

કોણ છે ચપ્પલ ફેંકનાર મહિલા ?

ચપ્પલ ફેંકનાર મહિલાનું નામ શુભ્રા ખોડુઈ છે. તે દક્ષિણ 24 પરગણાના અમતાલા વિસ્તારની છે. પૂર્વ મંત્રી પર ચપ્પલ ફેંક્યા બાદ મહિલાએ કહ્યું કે ચપ્પલના હારથી તેમનું સ્વાગત કરવામાં આવત તો સારું. શુભ્રાએ કહ્યું કે તે બેરોજગારી અને SSC ભ્રષ્ટાચારની સ્થિતિથી પરેશાન છે. વધુમાં તેણે કહ્યું કે જો પાર્થને ચપ્પલ લાગ્યું હોત તો તે વધુ ખુશ થાત.

partha-chatterjee
partha-chatterjee

મીડિયાને શું કહ્યું મહિલાએ ?

જ્યારે મીડિયાનું ટોળું શુભ્રા તરફ આગળ વધ્યું તો તેણે કહ્યું કે મારા ઘરના લોકો બીમાર છે. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. દવા ખરીદવા જાય છે. મહેરબાની કરીને મને જવા દો. મારું માથું સતત ફરતું રહે છે. તે પછી તે ખભા પર બેગ લઈને ખુલ્લા પગે ઘર તરફ ચાલી ગઈ.

આ પહેલા રવિવારે પાર્થ ચેટર્જીએ દાવો કર્યો હતો કે EDના દરોડા દરમિયાન રિકવર કરાયેલા પૈસા તેમના નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કોણ ષડયંત્ર રચે છે તે સમય જ બતાવશે. જણાવી દઈએ કે આ પહેલા પાર્થ ચેટર્જીની સહાયક અર્પિતા મુખર્જીએ કહ્યું હતું કે આ રોકડ પાર્થ ચેટર્જીની છે.

Back to top button