ગુજરાતટ્રેન્ડિંગ

પ્રેમમાં દગો મળતા મહિલાનો આપઘાતનો પ્રયાસ

રાજયમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે તે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રાજકોટમાં એક મહિલાએ પ્રેમમાં દગો મળતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ તાત્કાલિક પહોંચી તે મહિલાને બચાવી લીધી હતી. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં પ્રેમસંબંધમાં નિષ્ફળતા કે અન્ય કોઈ કારણોસર એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પુષ્કર ધામ વિસ્તાર પાસે આવેલા એક ફ્લેટમાં બની હતી. મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી નીચે કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે પોલીસને આ અંગેની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયેલી પોલીસે તુરંત જ મહિલાને શાંત પાડવા માટે કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. લાંબી સમજાવટ અને મનોબળ આપીને પોલીસે આ મહિલાને આત્મહત્યા કરતા રોકવામાં સફળતા મેળવી હતી. પોલીસે મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારીને તેને જરૂરી મદદ પૂરી પાડી હતી.

Back to top button