શું હવે રાજ્યસભામાં જશે અરવિંદ કેજરીવાલ? જાણો તેમનું નિવેદન અને રાજકીય નિર્ણયોનો ઈતિહાસ
નવી દિલ્હીઃ 24 જૂન, 2025: Delhi Politics: દિલ્હીમાંથી સરકાર ગુમાવ્યા બાદ હવે એવી અટકળો થઈ રહી છે કે, અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જશે. જોકે, કેજરીવાલનું કહેવું છે કે, તે રાજ્યસભા નથી જઈ રહ્યા. આ ફક્ત રાજકીય નિવેદન છે અને આવા નિવેદનો આ પહેલા પણ સામે આવ્યા હતા. જોકે, આ દરમિયાન કેજરીવાલે એવું પણ કહ્યું કે, આમ આદમી પાર્ટીની PAC (પૉલિટિકલ અફેર્સ કમિટી) જેને મોકલવા ઈચ્છશે, તે રાજ્યસભામાં જશે.
કેજરીવાલે કર્યો ઈનકાર
આ બિલકુલ સાચું છે. PAC એ આમ આદમી પાર્ટીની સૌથી શક્તિશાળી નિર્ણાયક સંસ્થા છે, જેનો નિર્ણય અરવિંદ કેજરીવાલ પણ સ્વીકારવા બંધાયેલા છે. પ્રશ્ન એ છે કે, એકવાર PAC સભ્યો નક્કી કરી લે કે અરવિંદ કેજરીવાલને મોકલવા પડશે, તો તે પણ શું કરી શકશે?
શું કહે છે કેજરીવાલના નિવેદનનો ઈતિહાસ?
હાલ તો અરવિંદ કેજરીવાલના નિવેદનનો સ્વીકાર કરતા માની લઈએ કે, તેઓ રાજ્યસભા નહીં જાય. પરંતુ, કેજરીવાલના આ નિવેદનને પણ એ રીતે જ માની શકાય જે રીતે તેમના પહેલાંના નિવેદનો. તેમના નિવેદનનો ઈતિહાસ કંઈક જૂદું જ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, અરવિંદ કેજરીવાલે સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો હતો, બંગલો લેવાનો ઇનકાર કર્યો હતો, VIP કલ્ચરને નાપસંદ કર્યું પરંતુ, પછીથી ધીમે ધીમે તે બધી બાબતો અપનાવવી જેનો તેમણે પહેલા ઈનકાર કર્યો હતો.
અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ કહે છે કે તેઓ જે કંઈ કહે છે, તે કરવાનો પ્રયાસ કરે છે. અને તેઓ જે કંઈ પણ નકારે છે, તે ચોક્કસપણે કરે છે – અને આ મુજબ, અરવિંદ કેજરીવાલની રાજ્યસભામાં જવાની યોજના પણ સમજી શકાય છે.
સંજીવ અરોરાને વિધાનસભામાં કેમ મોકલવામાં આવ્યા?
માની લઈએ કે, અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જવા નહતા માંગતા, તો પછી સંજીવ અરોરાને લુધિયાણા પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની શું જરૂર હતી? લુધિયાણા માટે આમ આદમી પાર્ટીમાં પહેલાથી જ ઘણા દાવેદારો હતા. લુધિયાણા પેટાચૂંટણીમાં જે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા તે કોઈપણ માટે થઈ શક્યા હોત. અને, આવા પરિણામો પણ મળી શક્યા હોત.
લુધિયાણાના વેપારીઓને ખુશ રકવા માટે ખેડૂતોની નારાજગીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શંભૂ-ખનૌરી સરહદ જબરદસ્તી ખાલી કરાવવામાં આવી હતી. ચૂંટણીની તારીખ હજુ જાહેર કરવામાં આવી ન હતી અને અરવિંદ કેજરીવાલે મોરચો સંભાળ્યો. તેમણે લુધિયાણાના લોકોને મોટા વચનો આપ્યા. તેમણે સંજીવ અરોરાને પંજાબ સરકારમાં મંત્રી બનાવવાનું પણ વચન આપ્યું હતું.
જોવામાં આવે તો, સંજીવ અરોરા માટે આ બહુ નફાકારક સોદો નથી. સંજીવ અરોરા પંજાબ વિધાનસભાના બાકીના કાર્યકાળ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ લગભગ એક વર્ષનો સમયગાળો છે. તેઓ એપ્રિલ 2022માં રાજ્યસભામાં ચૂંટાયા હતા, જેનો અર્થ એ છે કે તેમનો ત્યાં લગભગ ત્રણ વર્ષનો કાર્યકાળ બાકી છે. ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે આમ આદમી પાર્ટી 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી સત્તામાં પરત નથી ફરી, તો પછી સંજીવ અરોરાનો પણ ખેલ ખતમ થઈ જશે.
આ પણ વાંચોઃ ઈરાન પર હુમલો કરવા માટે B-2 બોમ્બરે કેવી રીતે ઉડાન ભરી? VIDEO જુઓ












