ચોમાસામાં દહીં કેમ ન ખાવું જોઈએ? સેવન કરતી વખતે આ બાબતનું ખાસ રાખો ધ્યાન

Health Tips: ચોમાસાની ઋતુમાં ખાવા-પીવામાં ખાસ ફેરફારો કરવાનું અત્યંત જરૂરી બને છે. આ વાતાવરણમાં પાચનતંત્ર ખૂબ જ નબળું પડી જાય છે, તેથી પચવામાં ભારે પડે તેવી વસ્તુઓનું આહારમાં સાવધાનીપૂર્વક સેવન કરવું જોઈએ. દહીં પણ એક એવો જ ખોરાક છે, જો તમે ચોમાસામાં તેનું યોગ્ય રીતે સેવન ન કરો તો તે આરોગ્ય માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
દહીં એ ભારતીય થાળીનો મહત્વનો હિસ્સો છે. લગભગ દરેક ઘરમાં રાયતું, લસ્સી કે કઢીના રૂપમાં દહીંનો ઉપયોગ થાય છે. દહીંને પાચન અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, આયુર્વેદમાં ચોમાસા દરમિયાન દહીં ખાવા અંગે કેટલીક ખાસ સાવચેતીઓ દર્શાવવામાં આવી છે. આ દિવસોમાં શરીરમાં અનેક ફેરફારો થાય છે અને પાચન અગ્નિ મંદ પડી જતી હોય છે.
આયુર્વેદ મુજબ, ચોમાસામાં દહીંનું વધુ પડતું સેવન વાયુ, પિત્ત અને કફ—ત્રણેય દોષોને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને આ ઋતુમાં વાયુ અને પિત્ત દોષ વધવાની શક્યતા વધુ રહે છે, જેનાથી શરીર મોસમી બીમારીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે.
ચોમાસામાં દહીં ખાવાથી શું થાય છે?
1. પાચન સંબંધી સમસ્યાઓ: ચોમાસા દરમિયાન જ્યારે પાચનશક્તિ (જઠરાગ્નિ) નબળી હોય છે, ત્યારે ઠંડી અને ભારે વસ્તુઓ ખાવાથી પાચનની તકલીફો વધી શકે છે. દહીંનું વધુ સેવન ગેસ, પેટ ફૂલવું (એસિડિટી), અપચો અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ સર્જે છે.
2. શરદી અને કફનું જોખમ: ચોમાસામાં નિયમિત રીતે દહીં ખાવાથી શરીરમાં કફ વધવાની સંભાવના રહે છે. આયુર્વેદ અનુસાર આનાથી બળગમ (કફ) બનવા લાગે છે, જે શરદી, ઉધરસ, ગળામાં ખરાશ અને નાક બંધ થવા જેવી સમસ્યાઓ વધારે છે. ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી એલર્જી અને ઈન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે.
3. રોગપ્રતિકારક શક્તિ પર અસર: આયુર્વેદ એ પણ માને છે કે દહીંનું વધુ પડતું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) પર વિપરીત અસર કરી શકે છે. આનાથી પાચનતંત્ર સુસ્ત બને છે અને શરીર મોસમી રોગોનો ભોગ જલ્દી બને છે.
ચોમાસામાં દહીં ખાવાની સાચી રીત
ચોમાસામાં દહીં બિલકુલ ન ખાવું જોઈએ એવું નથી. જો તમે દહીં ખાવા માંગતા હોવ, તો તેમાં શેકેલું જીરું પાવડર, મરી પાવડર (કાળા મરી), સંચળ અથવા થોડું મધ ઉમેરીને ખાઈ શકો છો. આનાથી દહીંની ઠંડી તાસીર સંતુલિત થાય છે અને પાચન સંતોષકારક રહે છે. આ સાથે દહીંનું સેવન મર્યાદિત માત્રામાં અને દિવસના સમયે જ કરવું વધુ હિતાવહ માનવામાં આવે છે.
Disclaimer: હેલ્થને લગતા અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. હેલ્થના આર્ટિકલ વાંચકોની જાગૃતિના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ આપતું નથી. તમારી હેલ્થ બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી. humdekhenge.in આ માટે જવાબદાર રહેશે નહીં.
આ પણ વાંચોઃ રાજકોટને હાઈકોર્ટની બેન્ચ ફાળવવાની માંગ: સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિએશનો દ્વારા એક દિવસીય હડતાલ
આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયા છોડ્યાના 24 કલાકમાં જ ચમક્યું નસીબ: રાયન ટેન ડોશેટે નાઈટ રાઈડર્સમાં સંભાળી નવી વૈશ્વિક જવાબદારી!
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












