મંગળવારે કેમ મનાવવામાં આવે છે હનુમાનજીનો દિવસ? જાણો વ્રત અને પૂજાના નિયમો

Hanumanji’s day celebrated: હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારનો દિવસ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને અર્પિત છે. આ દિવસે ભક્તો શ્રદ્ધા અને નિયમથી હનુમાનજીની પૂજા કરે છે અને વ્રત રાખે છે. માન્યતા છે કે મંગળવારે કરેલી ભક્તિથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને જીવનના તમામ દુઃખો અને સંકટો દૂર કરે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. તેથી આ દિવસ તેમની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ ગ્રહનો સંબંધ પણ હનુમાનજી સાથે જોડાયેલો માનવામાં આવે છે, જેના કારણે મંગળવારના દિવસે તેમની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
મંગળવારના વ્રત અને પૂજાથી ભક્તોને અનેક લાભ થાય છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપાથી ભય, નકારાત્મક શક્તિઓ અને જીવનના અવરોધો દૂર થાય છે. ભક્તિથી મનોબળ વધે છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.
જો તમે મંગળવારનો વ્રત રાખતા હોવ તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવસે પવિત્રતા રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે અને પૂજા દરમિયાન મનને એકાગ્ર રાખવું જોઈએ. વ્રત દરમિયાન મીઠું લેવુ ટાળવું જોઈએ. કોઈ મીઠી વસ્તુનું દાન કરો તો તેને પોતે ન લેવુ. હનુમાનજીની પૂજા કરતી વખતે કાળા અથવા સફેદ કપડાં પહેરવાનું ટાળવું અને લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
વ્રત દરમિયાન દિવસમાં માત્ર એક વખત સાત્વિક ભોજન લેવુ જોઈએ. સાથે જ હનુમાન ચાલીસા અથવા હનુમાનજીના સ્તોત્રોનો પાઠ કરવાથી વધુ શુભ ફળ મળે છે.
આ માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે
આ પણ વાંચો : શેર બજારમાં ઘટાડા સાથે શરૂઆત: સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટી ગયો, નિફ્ટી 22800ની નીચે












