બિઝનેસ

શેર બજારમાં ઘટાડા સાથે શરૂઆત: સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટી ગયો, નિફ્ટી 22800ની નીચે

Stock market crash: ભારતીય શેર બજારમાં 7 એપ્રિલના રોજ ઘટાડા સાથે શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 170 પોઇન્ટ ઘટીને 22884 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જેનાથી બજારમાં નબળાઈનો માહોલ દેખાઈ રહ્યો છે. અગાઉ 6 એપ્રિલના રોજ બજારે મજબૂત પ્રદર્શન કર્યું હતું, જ્યાં સેન્સેક્સ 787 પોઇન્ટ વધી 74106 પર બંધ થયો હતો અને નિફ્ટી 255 પોઇન્ટ ચડી 22968 પર ક્લોઝ થયો હતો.

આજે બજારમાં દબાણનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલી માનવામાં આવી રહી છે. 6 એપ્રિલના રોજ એફઆઈઆઈએ આશરે 8167 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 8089 કરોડના શેર ખરીદી બજારને થોડી સપોર્ટ આપી હતી. આ દરમિયાન ડીઆઈઆઈએ કુલ 20446 કરોડના શેર ખરીદ્યા અને 12357 કરોડના વેચ્યા, જ્યારે એફઆઈઆઈએ 8838 કરોડના ખરીદ્યા અને 17005 કરોડના વેચ્યા હતા.

તે ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો 110 ડોલરથી ઉપર રહેતા રોકાણકારોમાં ચિંતા વધી છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોના ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થાય છે કે બજારમાં તેજીવાળા 22000ના લેવલને જાળવી રાખવા માટે સક્રિય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે અને સાથે આરબીઆઈની નાણાકીય નીતિ બેઠકનો બીજો દિવસ હોવાથી બજારમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.

કંપની સમાચારની વાત કરીએ તો પીસી જ્વેલરે ચોથી ત્રિમાસિકમાં સારું પર્ફોમ કર્યું છે. કંપનીની આવકમાં વર્ષદરમિયાન 32 ટકા વધારો નોંધાયો છે. સાથે જ કંપનીએ સંયુક્ત સમજૂતી હેઠળ તેના બાકી દેવામાં 23 ટકા ઘટાડો કર્યો છે, જેનાથી તેની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની છે.

કુલ મળીને આજના દિવસે શેર બજારમાં દબાણ સાથે વેપાર શરૂ થવાની શક્યતા છે, પરંતુ સ્થાનિક રોકાણકારોનો સપોર્ટ બજારને મોટો ઘટાડો થવાથી બચાવી શકે છે.

આ પણ વાંચો : ક્રેડિટ કાર્ડ બિલ ન ભર્યું તો પોલીસ પકડીને લઈ જશે? કાયદો અને સત્ય જાણો

Back to top button