કોણ છે ભારતીય ટીમની જર્સીમાં સ્ટેડિયમમાં જોવા મળેલી “મિસ્ટ્રી ગર્લ”? જેની ચારે તરફ થઈ રહી છે ચર્ચા

Aira Rawat: ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં દેખાયેલી સુંદરી મુંબઈમાં રમાનારી સેમિફાઈનલ મેચ પહેલા ચર્ચામાં આવી છે. ભારતીય ટીમ સુપર-8નો સફર પાર કરીને વેસ્ટ ઈન્ડીઝને હરાવીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને આ વર્ષે પણ ટીમ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચશે તેમ માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ નૈના ભાન ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચમાં દેખાયા બાદ છવાઈ ગઈ હતી. ત્યારે હવે મુંબઈની અમેરિકા સામેની મેચમાં દેખાયેલી ઐરા રાવત ફરી ચર્ચામાં આવી ગઈ છે.

ભારતીય ટીમની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં ટક્કર થવાની છે, જેમાં ઐરા રાવતની ઝલક જોવા મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, તે આ પહેલા ભારત અને અમેરિકાની લીગ મેચ દરમિયાન જોવા મળી હતી, જે પછી સતત વાયરલ થતી રહે છે.

ઐરા રાવત ટી20 વર્લ્ડ કપના પ્રારંભમાં સ્ટેડિયમમાં દેખાઈ તે પછી ખાસ્સી ચર્ચામાં રહે છે, તેના ફેન ફોલોવિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે 7 ફેબ્રુઆરીએ લીગ મેચ રમાઈ હતી, જેમાં ભારતની 29 રનથી જીત થઈ હતી. ઐરા રાવતે તાજેતરમાં જ 400k ફોલોઅર્સ પૂર્ણ થતાં ખુશી વ્યક્ત કરી હતી, જેની તસવીરો પણ તેણે શેર કરી હતી, જે ફેબ્રુઆરીના અંત ભાગની છે એટલે કે તે ભારતીય ટીમની મેચમાં દેખાયા પછી ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઐરાને ફેશનની દુનિયા પસંદ છે અને તે તેની તસવીરોમાં જોવા મળે છે, સાડીથી લઈને વેસ્ટર્ન કપડામાં તે પોતાના ફોટોગ્રાફ શેર કરતી રહે છે.

તેણે ત્રણ અઠવાડિયા પહેલા ભારતીય ટીમની જર્સીમાં ફોટો શેર કર્યો હતો તેને સૌથી વધુ લોકો પસંદ કરી રહ્યા છે. તે મુંબઈમાં રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચમાં જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોકે, હજુ સુધી તેના કામ અંગે કે પર્સનલ લાઈફ અંગે તેણે કોઈ વાત કરી નથી, પરંતુ તેણે પોતાનના બાયોમાં કોલોબ્રેશન માટેની માહિતી આપી છે. તેની પ્રોફાઈલ જોતા માલુમ પડે છે કે તેને ફેશનની દુનિયા પસંદ છે, તેણે પોતાના બાયોમાં ‘સ્ટાઈલ એન્ડ સોલ’ લખ્યું છે.

સ્ટેડિયમની બહાર આવીને પણ તેણે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં ફોટો પોસ્ટ કર્યા હતા અને તે ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.












