ટ્રેન્ડિંગનેશનલ

રાજા રઘુવંશીની હત્યા પછી સોનમને કોણે છુપાવી હતી? શું છે ગ્વાલિયર કનેકશન? હજુ એક આરોપી વોન્ટેડ

એચડી ન્યૂઝ ડેસ્ક, 24 જુન 2025: Murder Mistry, Raja Raghuvanshi Murder case ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પોલીસ તપાસની વચ્ચે દરરોજ નવા પાત્રો ઉમેરાઈ રહ્યા છે. આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ આઠ આરોપીઓમાં એક એવો પણ છે જેણે રાજાની હત્યા બાદ સોનમને છુપાવવામાં મદદ કરી હતી. આ આરોપીનું નામ લોકેન્દ્ર સિંહ તોમર છે, જે ગ્વાલિયરનો રહેવાસી છે.

અકસ્માત બાદ હત્યા તરીકે રહસ્ય ખૂલ્યું હતું

રાજા અને સોનમના લગ્ન આ વર્ષે 11 મેના રોજ ઇન્દોરમાં થયા હતા. લગ્ન પછી, બંને હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયા હતા, જ્યાં રાજાનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો. શરૂઆતમાં, પોલીસ આ કેસને અકસ્માત તરીકે જોઈ રહી હતી. પરંતુ જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે રાજાની હત્યા કરવામાં આવી હતી. ગુનાની માસ્ટરમાઇન્ડ રાજાની પત્ની સોનમ હતી.

ઇન્દોરમાં સોનમને ક્યાં છુપાવી હતી?

સોનમ ઉપરાંત, પોલીસે તેના પ્રેમી રાજા કુશવાહાની પણ ધરપકડ કરી છે. આ સાથે, ગુનો કરનાર ત્રણ આરોપી આનંદ, આકાશ અને વિશાલની પણ ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, પોલીસે ઇન્દોરમાં બે લોકોની પણ ધરપકડ કરી છે – એક પ્રોપર્ટી ડીલર અને એક સુરક્ષા ગાર્ડ. આઠમો આરોપી લોકેન્દ્ર સિંહ તોમર છે,  ઇન્દોરમાં જેના ફ્લેટમાં સોનમ  રહેતી હતી. જ્યારે આ સમાચાર દેશમાં હેડલાઇન્સ બનાવી રહ્યા હતા, ત્યારે પોલીસ આરોપીને શોધી રહી હતી, લોકેન્દ્રએ સોનમને છુપવામાં મદદ કરી હતી.

છુપાવવા મામલે તોમર વોન્ટેડ

મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક વી સિમના જણાવ્યા અનુસાર, ગ્વાલિયરના રહેવાસી લોકેન્દ્ર સિંહ તોમર, ઘટના પછી સોનમ ઇન્દોરમાં જે ફ્લેટમાં રોકાઈ હતી તેના માલિક છે. આ સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ પુરાવાઓનો નાશ કરવા અને છુપાવવાના આરોપમાં તોમર વોન્ટેડ છે.

સોનમ અને રાજનો નાર્કો ટેસ્ટ કરાશે

મેઘાલયની શિલોંગ પોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. સોનમ પર તેના પ્રેમી રાજ કુશવાહ માટે રાજાની હત્યા કરાવવાનો આરોપ છે. પોલીસ હવે સોનમ અને રાજનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: આ તે કેવું સીઝફાયર? ઈરાને 1 કલાકમાં 3 મિસાઈલો છોડી, ઈઝરાયલમાં 6 લોકોના મૃત્યુ

આ પણ વાંચો: Iran Israel war: કઈ શરતો પર યુદ્ધવિરામ? યુદ્ધ બંધ થયું? જાણો ટ્રમ્પે સવારના પહોરમાં શું મધ્યસ્થી કરી?

Back to top button