અમેરિકાના ઈરાન માટે શું છે નવા શાંતિ પ્રસ્તાવ? શું તેહરાન કરશે સ્વીકાર?
America’s new peace proposals for Iran?: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને અંત લાવવા માટે નવા રાજનૈતિક પ્રયાસો શરૂ થયા છે. ઈરાને જણાવ્યું છે કે તે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના નવા પ્રસ્તાવોની સમીક્ષા કરી રહ્યું છે.
ટ્રમ્પની ઈરાનને ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ ચેતવણી આપી છે કે જો હોર્મુઝ જળમાર્ગને આંતરરાષ્ટ્રીય જહાજો માટે ફરીથી ખુલ્લો કરવાની બાબતે કોઈ સમજૂતી નહીં થાય તો ઈરાન સામે બોમ્બમારો શરૂ થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે અને તેલ તથા પ્રાકૃતિક ગેસની સપ્લાય ફરી શરૂ થઈ શકે છે. જોકે, તેમણે પ્રસ્તાવની સંપૂર્ણ વિગતો જાહેર કરી નહોતી.
શું છે અમેરિકાનો નવો પ્રસ્તાવ?
અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક પાનાના સમજૂતી મેમોરેન્ડમ પર સહમતીની નજીક છે. આ પ્રસ્તાવમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે:
- ઈરાનના યુરેનિયમ સંવર્ધન પર રોક
- અમેરિકી પ્રતિબંધો હટાવવાની શક્યતા
- ઈરાનની ફ્રીઝ કરાયેલી અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવી
- સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને આંતરરાષ્ટ્રીય જહાજો માટે ફરી ખુલ્લું કરવું
અહેવાલ મુજબ, બંને દેશો સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ 30 દિવસની અંદર હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલી શકે છે.
હોર્મુઝ જળમાર્ગ કેમ મહત્વપૂર્ણ છે?
હોર્મુઝ જળમાર્ગ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે દુનિયાની લગભગ પાંચમો ભાગ તેલ અને ગેસ સપ્લાય આ માર્ગથી પસાર થાય છે. હાલમાં ઈરાન આ જળમાર્ગ પર પોતાના નિયંત્રણની માંગ કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે.
પાકિસ્તાનનું નિવેદન
પાકિસ્તાન ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબી એ જણાવ્યું કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે તેવી આશા છે. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ અને સ્થાયી ઉકેલ માત્ર પ્રદેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ રહેશે.
તે ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ એ જણાવ્યું કે ઇસ્લામાબાદ યુદ્ધ રોકવા અને યુદ્ધવિરામ વધારવા માટે અમેરિકા અને ઈરાન બંને સાથે સતત સંપર્કમાં છે.
શું ઈરાન આ પ્રસ્તાવ સ્વીકારશે?
હાલ સુધી ઈરાને અમેરિકાના નવા પ્રસ્તાવ પર કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. જોકે, ઈરાનના કેટલાક નેતાઓએ આ પ્રસ્તાવની ટીકા કરી છે.
ઈરાનની સંસદીય વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા ઇબ્રાહિમ રેજાઈ એ આ પ્રસ્તાવને “અમેરિકાની ઈચ્છાઓની યાદી” ગણાવી હતી.
જ્યારે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફ એ બંને દેશો સમજૂતીની નજીક હોવાના અહેવાલોનો મજાક ઉડાવ્યો હતો.
હાલમાં સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેની આ ચર્ચાઓ પર ટકેલી છે, કારણ કે તેનો સીધો અસર વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા સપ્લાય પર પડી શકે છે.
આ પણ વાંચો : બહુમતીથી બે ધારાસભ્ય ઓછા, થલપતિ વિજયની શપથવિધિને લાગ્યું ગ્રહણ












