ટ્રેન્ડિંગમનોરંજન

ધુરંધરનું Fa9la ગીત આખરે ક્યાંથી આવ્યું, અક્ષય ખન્ના સામે રણવીર સિંહ પણ પડ્યો ઝાંખો

  • ફિલ્મ રિલીઝ થતાં જ ‘Fa9la’ગીત Dhurandhar’s Fa9la song પરનો અક્ષય ખન્નાનો ડાન્સિંગ સીન વાઇરલ થઈ ગયો છે

HD ન્યુઝ ડેસ્કઃ આદિત્ય ધરના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘ધુરંધર’માં ફેન્સ રણવીર સિંહથી લઈને સંજય દત્ત સુધીના દરેક સ્ટાર્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. રણવીર સિંહની એક્ટિંગની તો ખૂબ જ પ્રશંસા થઈ જ રહી છે, પરંતુ જો સૌથી વધુ કોઈએ લાઇમલાઇટ મેળવી હોય, તો તે છે અક્ષય ખન્ના Akshaye Khanna. તેણે આ ફિલ્મમાં પાકિસ્તાની અંડરવર્લ્ડ ડૉન રહેમાન ડાકુનું પાત્ર ભજવ્યું છે. અક્ષય ખન્નાના શેતાની સ્માઇલ અને દમદાર અભિનયે દર્શકોના દિલ જીતી લીધા છે.

રહેમાન ડાકુનું પાત્ર ભજવતો અક્ષય ખન્ના જ્યારે ચહેરા પર શેતાની સ્માઈલ સાથે ડાન્સ કરે છે, ત્યારે તેનું હાસ્ય જ દર્શકોમાં ભય પેદા કરે છે. ફિલ્મ રિલીઝ થતાં જ ‘Fa9la’ગીત Dhurandhar’s Fa9la song પરનો તેનો ડાન્સિંગ સીન વાઇરલ થઈ ગયો છે. આ સીનને જોઈને લોકોએ બોબી દેઓલ સાથે સરખામણી શરૂ કરી દીધી, જેણે ‘એનિમલ’માં ‘જમાલ કુડુ’ ગીત પર ડાન્સ કરીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. ‘જમાલ કુડુ’ની જેમ જ અક્ષય પર ફિલ્માવાયેલા આ ગીત અને સીનને પણ દર્શકો હવે તેટલો જ ઉત્સાહથી વધાવી રહ્યા છે.

‘ધુરંધર’નું વાઈરલ ગીત કોણે બનાવ્યું છે?

નિર્દેશક આદિત્ય ધરે ‘Fa9la’ ગીત પર અક્ષય ખન્નાને સુંદરતાથી રજૂ કર્યો છે, તેમાં કોઈ શંકા નથી. પણ શું તમે જાણો છો કે આ ગીતના નિર્માતા કોણ છે? એક્ચ્યુઅલી આ ગીત બહેરીનનું છે, જે ત્યાંના રેપર ફ્લિપરાચી (Flipperachi) દ્વારા લખવામાં આવ્યું અને ગાવામાં આવ્યું છે. આ ગીત 6 જૂન, 2024ના રોજ ફ્લિપરાચીની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયું હતું. આ ગીતનું પ્રોડક્શન અને મિક્સિંગ DJ Outlaw દ્વારા કરવામાં આવ્યું હતું. હવે ‘ધુરંધર’ ફિલ્મ દ્વારા આ ગીત ભારતમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.

રિપોર્ટ્સ મુજબ FA9LA અરબી શબ્દ છે. તેનું ઉચ્ચારણ ‘ફસ્લા’ (Fasla) થાય છે. આ શબ્દ મોજ-મસ્તીના સમય કે પાર્ટીને રજૂ કરવા માટે વપરાય છે. ભારતથી લગભગ 2400 કિમી દૂર આવેલા મિડલ-ઈસ્ટના દેશ બહેરીનના આ ગીતે અક્ષય ખન્નાને લાઇમલાઇટમાં લાવી દીધો છે.

આ પણ વાંચોઃ વંદે માતરમ વિવાદ શું છે? જાણો 1937માં કોંગ્રેસે તેના કેટલાક પદ કેમ હટાવ્યા હતા

Back to top button