WhatsApp યુઝર્સ સાવધાન! ભૂલથી પણ ન ખોલશો આ ફાઈલો, નહીં તો ફોન-લેપટોપ થઈ શકે છે હેક

Tech News: વિશ્વભરના WhatsApp યુઝર્સ માટે મોટી સાયબર ચેતવણી સામે આવી છે. સાયબર સિક્યોરિટી કંપની Kasperskyએ એક ખતરનાક Malware Campaignનો ખુલાસો કર્યો છે, જેમાં સાયબર ઠગો WhatsApp મારફતે નકલી ફાઈલો મોકલીને યુઝર્સના ફોન અને લેપટોપને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર આ સાયબર હુમલો માત્ર એક દેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અનેક દેશોમાં સક્રિય છે. સૌથી વધુ કેસ મલેશિયામાં નોંધાયા છે, જ્યારે બ્રાઝિલ, સિંગાપુર, તાઈવાન અને વિયેતનામમાં પણ મોટી સંખ્યામાં યુઝર્સને નિશાન બનાવવામાં આવ્યા છે.
નોન કોન્ટેક્ટના નામથી આવે છે WhatsApp મેસેજ
સાયબર ગુનેગારો પહેલેથી જ હેક કરાયેલા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે મેસેજ કોઈ અજાણ્યા નંબરથી નહીં, પરંતુ તમારા ઓળખીતા વ્યક્તિના WhatsApp પરથી આવ્યો હોય એવું લાગી શકે છે. આ કારણે લોકો સરળતાથી છેતરાઈ જાય છે.
બિઝનેસ ડોક્યુમેન્ટ જેવું દેખાય છે એટેચમેન્ટ
Kasperskyની Global Research and Analysis Team (GReAT)ના જણાવ્યા મુજબ હુમલાખોરો WhatsApp પર Direct Message દ્વારા નકલી Attachments મોકલે છે, જે દેખાવમાં મહત્ત્વના બિઝનેસ ડોક્યુમેન્ટ જેવા લાગે છે.
આ નામથી મોકલાઈ રહી છે ખતરનાક ફાઈલો
સાયબર ઠગો ફાઈલોના નામ Invoice, Bank Statement, Account Statement અને Debt Notice જેવા રાખે છે. નામ જોઈને યુઝરને લાગે છે કે આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, પરંતુ તેની અંદર ખતરનાક Malware છુપાયેલું હોય છે. યુઝર આવી ફાઈલ ખોલે છે, તરત જ ડિવાઈસમાં Malware સક્રિય થઈ શકે છે અને ત્યારબાદ વધુ હાનિકારક ફાઈલો ડાઉનલોડ થવા લાગે છે.
બહારના સર્વરથી ડાઉનલોડ થાય છે ખતરનાક કોડ
ફાઈલ ખોલ્યા બાદ એક Multi-Stage Process શરૂ થાય છે. આ દરમિયાન બહારના સર્વર પરથી વધારાના દુર્ભાવનાપૂર્ણ Components ડાઉનલોડ કરવામાં આવે છે, જે સિસ્ટમને વધુ જોખમમાં મૂકી શકે છે.
ફાઈલ ખોલ્યા પછી શું થાય છે?
રિપોર્ટ મુજબ કરપ્ટ ફાઈલ ઓપન થતાં જ ડિવાઈસમાં Script Run થઈ શકે છે. ત્યારબાદ Windows Script Host મારફતે અન્ય Scripts ડાઉનલોડ અને Execute કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા હેકર્સ તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ પર Remote Access મેળવવાનો પ્રયાસ કરે છે.
આ ફાઈલ એક્સટેન્શનથી રહો ખાસ સાવધાન
સાયબર નિષ્ણાતોએ WhatsApp પર મળતા કોઈપણ શંકાસ્પદ Attachmentને ખોલતા પહેલા ચકાસણી કરવાની સલાહ આપી છે. ખાસ કરીને નીચેના એક્સટેન્શન ધરાવતી ફાઈલો ખોલતી વખતે સાવચેતી રાખો: .vbs, .vbe, .exe, .bat, .cmd, .js, .ps1. જો આવી ફાઈલ ઓળખીતાના WhatsApp પરથી પણ આવી હોય, તો તેની ખાતરી કર્યા વગર તેને ખોલવી નહીં.
પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશો?
- અજાણી અથવા શંકાસ્પદ ફાઈલ ક્યારેય ખોલશો નહીં.
- Attachment ખોલતા પહેલા મોકલનાર સાથે ફોન પર ખાતરી કરો.
- Antivirus અને Security Software અપડેટ રાખો.
- WhatsApp અને Windowsને હંમેશા Latest Version પર અપડેટ રાખો.
- બે-સ્ટેપ વેરિફિકેશન (Two-Step Verification) ચાલુ રાખો.
- સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે થોડું ધ્યાન રાખવાથી તમે મોટું આર્થિક અને ડિજિટલ નુકસાન ટાળી શકો છો.











