આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પીએમ મોદીની મુલાકાત પછી કેનેડાએ ખાલિસ્તાનીઓ વિશે શું સ્વીકાર્યું? જાણો મુલાકાતની અસર

નવી દિલ્હી, 19 જુન 2025: G7 Summit વડાપ્રધાન મોદીની તાજેતરની 23 કલાકની કેનેડા મુલાકાત ભારત-કેનેડા સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. પીએમ મોદી 17 જૂને G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન, પીએમ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીને મળ્યા હતા. બંને વચ્ચે નિજ્જર હત્યા કેસની પણ ચર્ચા થઈ હતી. ત્યારબાદ કેનેડાએ હકીકતમાં, કેનેડાએ બુધવારે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાનીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સંબંધો બગાડ્યા
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો પાટા પર આવવા લાગ્યા છે. જે ખાલિસ્તાનીઓ માટે કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સંબંધો બગાડ્યા હતા, માર્ક કાર્નીની સરકારમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પીએમ મોદીની મુલાકાતના 24 કલાક પછી જ તેણે સ્વીકાર્યું કે, ખાલિસ્તાનીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
ભારતને લક્ષ્ય બનાવતી હિંસાના કાર્યક્રમોને પ્રોત્સાહન આપતું હતું
કેનેડાની ટોચની ગુપ્તચર એજન્સી કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ ખુલાસો કર્યો છે કે ખાલિસ્તાનીઓ કેનેડાની ભૂમિનો ઉપયોગ મુખ્યત્વે ભારતને લક્ષ્ય બનાવતી હિંસાના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા, ભંડોળ એકત્ર કરવા અને આયોજન કરવા માટે કરી રહ્યા છે. CSIS એ પ્રથમ વખત સત્તાવાર રીતે આનો જાહેરમાં ખુલાસો કર્યો છે.
કેનેડા ભારત વિરોધી તત્વો માટે સલામત ઘર
નવી દિલ્હીથી સરકાર કહેતી રહી છે કે, કેનેડા ભારત વિરોધી તત્વો માટે સલામત ઘર બની ગયું છે. પરંતુ ટ્રુડોની સરકારે આ મુદ્દા પર આંખ આડા કાન કર્યા હતા. જો કે, હવે કેનેડિયન એજન્સીએ પુષ્ટિ આપી છે કે નવી દિલ્હી લાંબા સમયથી શું કહી રહ્યું છે.
અલગતાવાદી ખાલિસ્તાની ચળવળ ભારતની ચિંતાનું ખાસ કેન્દ્ર
અલગતાવાદી ખાલિસ્તાની ચળવળ ભારતની ચિંતાનું ખાસ કેન્દ્ર રહ્યું છે, જે 1985ના એર ઇન્ડિયા બોમ્બ ધડાકા અને ત્યારબાદ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં મૂળ ધરાવે છે. ભારતની ચિંતાઓમાં, ટ્રુડો 2023 માં કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને ઘેરી રહ્યા હતા. જોકે, ભારત કેનેડાના આરોપોને નકારી રહ્યું છે. ટ્રુડોના ખાલિસ્તાન પ્રત્યેના પ્રેમે તેમને રાજકીય રીતે પણ બરબાદ કરી દીધા. તેમણે સત્તા ગુમાવવી પડી.
પ્રોજેક્ટ પેલિકન નામનું ઓપરેશન: ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી
ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ ખાલિસ્તાનીઓને પકડવા માટે પ્રોજેક્ટ પેલિકન નામનું ઓપરેશન પણ ચલાવ્યું. આ અભિયાન હેઠળ, કેનેડિયન પોલીસે એક મોટા ડ્રગ અને આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો, જેનો ખાલિસ્તાન સમર્થકો સાથે સંબંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ જૂથ અમેરિકા અને કેનેડા વચ્ચે કોમર્શિયલ ટ્રકિંગ રૂટનો ઉપયોગ કરતું હતું. તેના મેક્સીકન ડ્રગ કાર્ટેલ અને અમેરિકન વિતરકો સાથે સંબંધ હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રગના વેપારમાંથી મેળવેલા નાણાંનો ઉપયોગ વિરોધ પ્રદર્શન, લોકમત અને શસ્ત્રોની ખરીદી જેવી ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે.
કાર્નેએ નિજ્જર વિશે શું કહ્યું?
માર્ક કાર્નેને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે મંગળવારે G-7 સમિટ દરમિયાન કેનેડિયન ધરતી પર નિજ્જરની હત્યા અંગે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી. આ પ્રશ્નના જવાબમાં, કાર્નેએ કહ્યું, અમે આ વિશે ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદી અને મેં કાયદાના અમલ માટે કાયદા અમલીકરણ વચ્ચે સીધા સહયોગના મહત્વ, આંતરરાષ્ટ્રીય દમનને સંબોધવાના મહત્વ પર ચર્ચા કરી છે.

આ પણ વાંચોઃ Breaking News: એર ઈન્ડિયાના વિમાનનું બ્લેકબોક્સ નુકસાનગ્રસ્ત, જાણો હવે શું વિકલ્પ?

Back to top button