ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઠાકરે કરે તે ઠીક નહીં… ‘હિન્દી’ના વિરોધમાં બંને ભાઇ સંપ્યા,  મહારાષ્ટ્રમાં રાષ્ટ્રભાષા સાથે રાજરમત શા માટે?  

એચડી ન્યૂઝ ડેસ્ક, 05 જુલાઇ 2025: State Politics મહારાષ્ટ્રમાં ‘હિન્દી’ પર રાજકારણ અટકતું નથી. વિપક્ષ, ખાસ કરીને ઠાકરે ભાઈઓના જોરદાર વિરોધ વચ્ચે, મહાયુતિ સરકારે રવિવારે પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રભાષા સાથે રાજરમત શરૂ થઇ ચૂકી છે. શિંદેસેનાનું કહેવું છે કે, કોઇ ફેર પડતો નથી પરંતુ રાષ્ટ્રભાષા તરીકે હિન્દી વગોવાઇ રહી હોવાનું ચિત્ર ઉભું થયું છે.

ઠાકરે બંધુઓ બે દાયકાથી અલગ રાજકીય માર્ગે

ત્રીજી ભાષા તરીકે પ્રાથમિક શાળાઓમાં ન ભણાવવાનો નિર્ણય ઠાકરે ભાઈઓ તેને પોતાના અને મરાઠી ભાષી જનતાનો વિજય ગણાવી રહ્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે હિન્દી ભાષાના વિવાદમાં બે દાયકાથી અલગ રાજકીય માર્ગો પર ચાલી રહેલા ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે ખૂબ નજીક આવી ગયા છે. બંને ભાઈઓ પણ હવે એક મંચ પર સાથે જોવા મળશે.

મરાઠી વિજય દિવસની ઉજવણી?

 ઉદ્ધવ ઠાકરેના શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું, “…મરાઠી લોકો, રાજ ઠાકરે, શરદ પવાર, કોંગ્રેસના નેતાઓ એકઠા થયા અને અહીં હિન્દી ભાષા બળજબરીથી લાદતા વટહુકમને હટાવી દીધો. આ મહારાષ્ટ્ર માટે વિજય અને ઉજવણીનો દિવસ છે. 5મી તારીખે, અમે આ વટહુકમ સામે રેલી કાઢવાના હતા, જેની હવે જરૂર નથી. તેથી, અમે 5મી તારીખે મરાઠી વિજય દિવસ તરીકે વિજયોત્સવ કાર્યક્રમનું આયોજન કરીશું… આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને સાથે સ્ટેજ શેર કરશે.

આ પણ વાંચો:‘સન્માન’નીય વડાપ્રધાન: ધ નરેન્દ્ર મોદીને કેટલા દેશના સર્વોચ્ચ બહુમાન મળ્યા? જાણો વિશેષ

શિવસેનાને કોઈ ફરક પડતો નથી: શિંદેસેના

ઠાકરે ભાઈઓના એકસાથે આવવાના સમાચાર પર, એકનાથ શિંદેની શિવસેનાએ દાવો કર્યો કે આનાથી કંઈ બદલાવાનું નથી. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એકસાથે આવવાની અટકળોને ફગાવી દીધી અને બંને નેતાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે બંને ભાઈઓ છે, અને શિવસેનાને કોઈ ફરક પડતો નથી કે તેઓ સાથે છે કે નહીં.

‘મરાઠી જોખમમાં છે’, ‘મુંબઈ જોખમમાં છે’  એ ચૂંટણીના નારા

નરેશ મ્હસ્કેએ કહ્યું, જ્યારે પણ BMC ચૂંટણી નજીક આવે છે, ત્યારે કેટલાક લોકો ‘મરાઠી જોખમમાં છે’ અથવા ‘મુંબઈ જોખમમાં છે’ જેવા ભાવનાત્મક નારા લગાવે છે. આ તેમનો જૂનો એજન્ડા છે. ઉદ્ધવ ઠાકરે હવે એ જ વાતોનું પુનરાવર્તન કરી રહ્યા છે જે UBTના એજન્ટો પહેલા કહેતા હતા. અમે તેમની સાથે કામ કર્યું છે, તેથી અમે જાણીએ છીએ કે આ બધું ચૂંટણી રણનીતિનો એક ભાગ છે.

કોઈપણ અન્ય ભારતીય ભાષાનો પણ અભ્યાસ કરી શકાય

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એક સુધારેલો આદેશ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે. જો કે, વધતા દબાણ વચ્ચે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હિન્દી ફરજિયાત રહેશે નહીં અને વિદ્યાર્થીઓ કોઈપણ અન્ય ભારતીય ભાષાનો પણ અભ્યાસ કરી શકે છે.

આ પણ વાંચો:VIDEO: ચાલુ મેચમાં મેદાનમાં કૂતરો ઘૂસી આવ્યો, ઓસ્ટ્રેલિયાના કપ્તાને દોડીને બહાર ભગાડ્યો

આ પણ વાંચો:ટોલ ટેક્સના મારથી રાહત, એલિવેટેડ હાઇવે પર હવે અડધો જ આપવો પડશે

Back to top button