ટ્રેન્ડિંગનેશનલ

શું છે ગુંબદ-એ-ખજરા? જેની સાથે પોતાનો ફોટો જોતા જ ઔવેસીએ પરત કરી દીધું સન્માન

નવી દિલ્હી: 3 ઓક્ટોબર, 2025: ‘આઈ લવ મોહમ્મદ’ વિવાદ વચ્ચે AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ‘આઈ લવ મોહમ્મદ’ લખેલું એક પોસ્ટર સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ પોસ્ટરમાં આ સૂત્ર સાથે ગુમ્બદ-એ-ખજરા (પૈગંબર મોહમ્મદની મસ્જિદનો ગુંબદ) ની તસવીર છપાયેલી હતી અને તેની બાજુમાં ઓવૈસીનો પણ ફોટો લગાવેલો હતો.

ઓવૈસીએ કેમ પાછું આપ્યું સન્માન?

વીડિયોમાં એક સમર્થક ઓવૈસીને આ પોસ્ટર ભેટ કરીને સન્માનિત કરતો દેખાય છે. ઓવૈસી હસીને તે સ્વીકારે છે, પરંતુ જેવી તેમની નજર ગુંબદ-એ-ખજરા અને તેની બાજુમાં છપાયેલા પોતાના ફોટા પર પડે છે, તેઓ તરત જ તેને ઢાંકવા માટે કહે છે.

ત્યાર બાદ, ઓવૈસીએ સમર્થકને કહ્યું: ‘ક્યાં ગુંબદ-એ-ખજરા અને ક્યાં હું’ આટલું કહીને ઓવૈસીએ તે સન્માન પાછું આપી દીધું અને સમર્થકને કહ્યું કે ‘આને તમે લોકો પોતાની પાસે જ રાખો.’

નોંધનીય છે કે, તેમના આ કૃત્યને ઇસ્લામિક પવિત્રતા જાળવવાની ભાવના તરીકે જોવામાં આવી રહ્યું છે.

ગુંબદ-એ-ખજરા શું છે?

ગુંબદ-એ-ખજરા ઇસ્લામ ધર્મમાં એક અત્યંત પવિત્ર પ્રતીક છે.

  • તે સઉદી અરબના મદીના શહેરમાં આવેલી મસ્જિદ-એ-નબવી (પૈગંબરની મસ્જિદ) નો લીલા રંગનો ગુંબદ છે.
  • આ લીલો ગુંબદ (ખજરા) પૈગંબર મોહમ્મદ અને તેમના બે સાથીઓ (પ્રથમ ખલીફા અબુ બક્ર અને બીજા ખલીફા ઉમર)ની કબરો ઉપર બનેલો છે.
  • તેને ‘હરા ગુંબદ’ (ગ્રીન ડોમ) તરીકે પણ ઓળખવામાં આવે છે. લીલા રંગ (ખજરા)ને કારણે જ ગુંબદનું નામ ગુંબદ-એ-ખજરા પડ્યું છે.
  • આ ગુંબદ 1279 ઈ.પૂ.થી અસ્તિત્વમાં છે અને હજની યાત્રા પછી તેના દર્શન કરવાની ઇસ્લામમાં પરંપરા છે.

ગુંબદના રંગ બદલાવનો ઇતિહાસ

  • શરૂઆતમાં આ ગુંબદ લાકડાનો હતો.
  • શરૂઆતમાં ગુંબદનો રંગ પીળો હતો.
  • 15મી સદીના અંતમાં અને 1817માં તેને વાદળી રંગ અને ચાંદીના ઉપયોગથી સફેદ કરવામાં આવ્યો હતો, ત્યારે તે સફેદ ગુંબદ તરીકે ઓળખાતો હતો.
  • 1818માં તેને ફરીથી બનાવવામાં આવ્યો અને તેનો રંગ લીલો કરી દેવામાં આવ્યો. ત્યારથી તે અલ-કબ્તા અલ-ખદરા એટલે કે ‘ગ્રીન ડોમ’ અથવા ગુંબદ-એ-ખજરા નામે ઓળખાય છે અને ત્યારથી તેનો રંગ બદલાયો નથી.

આ પણ વાંચોઃ ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો!, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યુ

આ પણ વાંચોઃ શું તમારી કાર વારંવાર ચઢાણ પર અટકે છે? સરળ ડ્રાઇવિંગ માટે આ 8 આવશ્યક ટિપ્સ અનુસરો

Back to top button