ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો!, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યુ

  • અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોનિક શક્તિ સક્રિય
  • 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
  • 24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે

અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોનિક શક્તિ સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડાને લઈને ભારતીય મૌસમ વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. IMD મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે.

સાયક્લોનિક શક્તિનું જોર વધશે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા

4 ઓક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધી આ સાયક્લોનિક વધુ સક્રિય થઈ શકે છે. આ દરમિયાન 100-110 કિ.મી. પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. તેમજ 125 કિ.મી. પ્રતિ કલાકની પવનની ઝડપે જઈ શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક શક્તિ સક્રિય થયું છે. જેની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે.

24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે

IMD અનુસાર, સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતી. જ્યારે આગામી ત્રણ કલાકમાં આ સાયક્લોનિક વધુ સક્રિય થશે. જેના 24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા છે.

સાયક્લોનિકનું ‘શક્તિ’ નામ કઈ રીત પડ્યું?

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરૂ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ ‘તાકાત’ અથવા ‘પાવર’ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં જાણો કેટલો પડ્યો વરસાદ 

Back to top button