ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન પરમાણુ હથિયારો રાખી શકે નહીં, ઈઝરાયેલને પોતાના બચાવનો અધિકાર: G7નું સંયુક્ત નિવેદન

કનાનાકિસ, આલ્બર્ટા (કેનેડા), 17 જૂન, 2025: G7 joint statement said about Iran કેનેડાના આલ્બર્ટા સ્ટેટના કનાનાકિસમાં ગ્રુપ ઓફ 7 એટલે કે G7 દેશોની શિખર બેઠક યોજાઈ રહી છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની G7 શિખર બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. અહીં આ 7 દેશોના નેતાઓએ એક સંયુક્ત નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ એશિયામાં વધતા સંકટમાં ઈઝરાયેલને “પોતાનો બચાવ કરવાનો અધિકાર” છે. G7એ સંયુક્ત નિવેદન જારી કરીને મિડલ ઈસ્ટમાં “શત્રુતા ઘટાડવા”નું આહ્વાન કર્યું છે.

જી-7 દ્વારા જારી કરવામાં આવેલું સંયુક્ત નિવેદન:
“અમે, G7ના નેતાઓ, મિડલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા માટે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તન કરીએ છીએ. આ સંદર્ભમાં, અમે સ્પષ્ટ કરીએ છીએ કે ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. અમે ઈઝરાયેલની સુરક્ષા માટે અમારા સમર્થનનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમે નાગરિકોની સુરક્ષાના મહત્વને પણ ધ્યાનમાં રાખીએ છીએ. ઈરાન ક્ષેત્રીય અસ્થિરતા અને આતંકનો મુખ્ય સ્ત્રોત છે. અમે સતત સ્પષ્ટ રહ્યા છીએ કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો હોવા જોઈએ નહીં. અમે આગ્રહ કરીએ છીએ કે ઈરાની સંકટના સમાધાનથી મિડલ ઈસ્ટમાં શત્રુતામાં વ્યાપક ઘટાડો થશે, જેમાં ગાઝામાં યુદ્ધવિરામનો પણ સમાવેશ થાય છે. અમે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારો પર થતી અસર પ્રત્યે સતર્ક રહીશું અને બજારની સ્થિરતાની રક્ષા માટે સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સહિત પરસ્પર સંકલન માટે તૈયાર રહીશું.”

આ તરફ બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રમુખો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓની મંગળવાર સુધી બેઠક યોજાવાની છે. જોકે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો પ્રવાસ ટૂંકો કરી દીધો અને સોમવારે જ વોશિંગ્ટન ડીસી પરત ફર્યા. ફોક્સ ન્યૂઝના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે સોમવારે રાત્રે વોશિંગ્ટન પરત ફરતાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને “સિચ્યુએશન રૂમમાં તૈયાર રહેવા” જણાવ્યું.

ઈઝરાયેલે શુક્રવારે સમગ્ર ઈરાનમાં સ્થળોને નિશાન બનાવીને હવાઈ હુમલાઓનું અભિયાન શરૂ કર્યું, અને જણાવ્યું કે હુમલાઓનો ઉદ્દેશ તેના દુશ્મનને પરમાણુ હથિયારો મેળવતા અટકાવવાનો છે. તેહરાને આ આરોપનો ઇનકાર કર્યો છે. ઈઝરાયેલાના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે તેમનું માનવું છે કે ઈઝરાયેલના હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ઘણો પાછળ ધકેલી દીધો છે. તેમણે કહ્યું, “મારો અંદાજ છે કે અમે તેમને ઘણા લાંબા સમય માટે પાછળ ધકેલી રહ્યા છીએ.” ઈઝરાયેલે ત્રણ મુખ્ય ઈરાની પરમાણુ મથકો અને વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા, પરંતુ તેનાથી કેટલું નુકસાન થયું તે સ્પષ્ટ નથી.

આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને સલામત કાઢવામાં આવ્યાઃ જાણો ક્યારે પહોંચશે ભારત?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button