ગુજરાતટ્રેન્ડિંગ

રવિવારથી દોડશે સ્પેશિયલ ટ્રેન! ફટાફટ બુકિંગ કરો ટિકિટ, ચૂકી ગયા તો પસ્તાશો

Pachim Railway: યાત્રીઓની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ (Summer Vacation) દરમિયાન વધારાની મુસાફરી સુવિધા ઉપલબ્ધ કરાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) યોજના હેઠળ ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” શરૂ કરવામાં આવશે. આ ટ્રેન વિશેષ ભાડા પર સંચાલિત થશે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના સિનિયર બોર્ડ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, ટ્રેન નં. 09271 ભાવનગર ટર્મિનસ–હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 12 એપ્રિલ, 2026 થી 31 મે, 2026 સુધી દર રવિવારે દોડશે. ટ્રેન સવારે 04:25 વાગ્યે ભાવનગર ટર્મિનસથી પ્રસ્થાન કરી સોમવારે બપોરે 15:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે.

ટ્રેન નં. 09272 હરિદ્વાર–ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 01 જૂન, 2026 સુધી દર સોમવારે દોડશે. આ ટ્રેન હરિદ્વારથી સાંજે 16:25 વાગ્યે પ્રસ્થાન કરીને બુધવારે સવારે 04:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ વિશેષ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્‍દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર જંક્શન, આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જંક્શન, પાળી મારવાડ, લૂની જંક્શન, જોધપુર જંક્શન, ગોટન, મેડતા રોડ જંક્શન, ડેગાના જંક્શન, છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જંક્શન, ચૂરૂ, સાદુલપુર જંક્શન, સિવાની, હિસાર જંક્શન, ભિવાની જંક્શન, કલાનૌર કલાં, રોહતક જંક્શન, પાનીપત જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન અને રૂડકી સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે.

ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે, જેથી વિવિધ વર્ગના મુસાફરોને અનુકૂળતા મળે. ટ્રેન નં. 09271 માટે ટિકિટ બુકિંગ 10 એપ્રિલ, 2026ના રોજ સાંજે 17:00 વાગ્યાથી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો વધુ માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લઈ શકે છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મુસાફરોને આ વિશેષ ટ્રેન સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે, જેથી તેમની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની શકે.

Back to top button