સૂર્યકુમાર યાદવની ખેલ ભાવના પર કેમ ઉઠ્યા સવાલ? જુઓ વીડિયો

દુબઈ, તા. 25 સપ્ટેમ્બર, 2025: ભારતે બુધવારે બાંગ્લાદેશને એશિયા કપના સુપર-ફોર રાઉન્ડમાં 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે નૉકઆઉટ મેચ રમાશે જે જીતશે એ રવિવારની ફાઇનલમાં ભારત સાથે ટકરાશે. આ ફોર્મેટનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકા આઉટ થઈ ગયું હતું. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની ખેલ ભાવના પર સવાલો ઊભા થયા હતા.
બાંગ્લાદેશ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવે મુસ્તફિઝુર રહેમાનના ઓવરના છેલ્લા બોલને ઓન સાઈડ પર ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની ધાર લઈને વિકેટ પાછળ ગયો. અપીલ કરવામાં આવી, પરંતુ અમ્પાયરે તેને નકારી કાઢી. બોલને વાઈડ જાહેર પણ કરવામાં આવ્યો નહીં. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ટીમે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ માટે અપીલ કરી હતી. ત્રીજા અમ્પાયરે જોયું કે અલ્ટ્રા એજ સ્પષ્ટ જોવા મળ્યું હતું કે,બોલ બેટની ધાર પર ટચ થઈ હતી. આમ સૂર્યાને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.આ ઘટના પરથી સૂર્યકુમાર યાદવ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે તેને સ્પષ્ટ ખબર હતી કે બોલ તેના બેટની કિનારીને અડક્યો છે, તો તેણે ત્રીજા અમ્પાયરનો નિર્ણય આવે તે પહેલાં જ મેદાન છોડી દેવો જોઈતો હતો.
સૂર્યકુમાર આ મેચમાં માત્ર ૫ રન જ બનાવી શક્યો હતો. ફેન્સ તેના આ પ્રદર્શનથી નારાજ છે અને ટીકા કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે હવે ટીમમાં શ્રેયસ ઐયરને પાછો લાવવો જોઈએ.
Shamelessly, umpire and suryakumar yadav thought they’d escape this.pic.twitter.com/ZtB12HFMmG
— Assadᡣ𐭩🇵🇸 (@Ijussdontcare) September 24, 2025












