ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

જોન સીના WWEમાં પાછા ફરશે, નિવૃત્તિ પછી પહેલી વાર Raw પર દેખાશે

Sports News : WWE સુપરસ્ટાર જોન સીના નિવૃત્તિ બાદ રિંગમાં પાછા ફરવા માટે તૈયાર છે. તે મન્ડે નાઈટ રોમાં ભાગ લેશે. તેઓ ગત વર્ષે નવેમ્બરમાં પોતાની છેલ્લી મેચ રમ્યા હતા. જે બાદ તેમણે નિવૃત્તિ લીધી હતી.

જોન આવતા સપ્તાહે બ્રુકલિન, ન્યૂ યોર્કમાં મન્ડે નાઈટ રોમાં પાછા ફરશે

WWE એ 26 ઓક્ટોબરના રોજ રોના પ્રસારણ દરમિયાન એક વીડિયો બહાર પાડ્યો હતો. જોન સીના આવતા સપ્તાહે બ્રુકલિન, ન્યૂ યોર્કમાં મન્ડે નાઈટ રોમાં પાછા ફરશે. સીનાના પાછા ફરવાનું કારણ “જોન સીના ક્લાસિક” ટુર્નામેન્ટ હોવાનું માનવામાં આવે છે. તેમણે અગાઉ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ખાસ ટુર્નામેન્ટ ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે. શક્ય છે કે, સીના તે શો વિશે વધુ માહિતી આપવા માટે પાછા ફરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જોને શીમસ અને રે મિસ્ટેરિયો સાથે એક મેચ જીતી હતી

જોન સીનાનું પુનરાગમન WWE ના આગામી પ્રીમિયમ લાઈવ ઇવેન્ટ, ક્રાઉન જ્વેલ 2026 ના એક અઠવાડિયા પહેલા જ આવ્યું છે. તેથી, શક્ય છે કે, તે આ મુખ્ય ઇવેન્ટની તૈયારીઓમાં સામેલ થઈ શકે. જોન સીના છેલ્લે ગત વર્ષે 17 નવેમ્બરના રોજ મન્ડે નાઈટ રોમાં દેખાયા હતા. તે સમયે, તેમણે શીમસ અને રે મિસ્ટેરિયો સાથે એક મેચ જીતી હતી. તે સમયે સીના WWE ઇન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયન પણ હતા.

આ પણ વાંચો : ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન ચિંતાનો વિષય: બોલિંગ કોચ મોર્ને મોર્કેલે આપ્યો ખાસ સંદેશ

Back to top button