Vijay-Rashmika Wedding: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ઉદયપુરમાં લેશે સાત ફેરા, લગ્નની વિગતો થઈ લીક!

નવી દિલ્હીઃ 19 ફેબ્રુઆરી, 2026: ટોલીવુડના મોસ્ટ ફેવરિટ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, આ કપલ આગામી 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
લગ્નનું શિડ્યુઅલ અને વેન્યુ
લગ્નની વિધિઓ રાજસ્થાનના શાહી શહેર ઉદયપુરમાં યોજાશે.
- 24 ફેબ્રુઆરી: હલ્દી સેરેમની સાથે લગ્ન પ્રસંગની શરૂઆત થશે.
- 25 ફેબ્રુઆરી: સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
- 26 ફેબ્રુઆરી: ઉદયપુરની લક્ઝરી રિસોર્ટ ‘The Mementos by ITC Hotels’ માં બંને લગ્ન કરશે. આ પ્રસંગમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહેશે.
- હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન
લગ્ન બાદ આ કપલ 4 માર્ચ, 2026 ના રોજ હૈદરાબાદની જાણીતી હોટલ તાજ કૃષ્ણા ખાતે એક ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. જેમાં ટોલીવુડ અને બોલીવુડના દિગ્ગજ સિતારાઓ તેમજ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ હાજરી આપે તેવી શક્યતા છે.
‘નો-ફોન’ પોલિસી અને પ્રાઈવસી
પોતાની પ્રાઈવસી જાળવી રાખવા માટે કપલે લગ્નમાં ‘નો-ફોન’ પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેથી કોઈ પણ ફોટો કે વીડિયો લીક ન થાય. રસપ્રદ વાત એ છે કે, એક મોટા OTT પ્લેટફોર્મે લગ્નના વીડિયો સ્ટ્રીમિંગ માટે વિજયને કરોડોની ઓફર કરી હતી, પરંતુ વિજયે આ ઓફર ફગાવી દીધી છે.












