કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગધર્મયુટિલીટી

VIDEO: સરહદી તીર્થધામ નારાયણ સરોવર ખાતે સ્વામિ. મંદિર, વિશ્રાંતિ ભુવનનું 10મી ઓગસ્ટે લોકાર્પણ

  • આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજની હાજરીમાં ઉજવાશે ઉત્સવ  

ભુજ, 25 જુલાઇ 2025: Religious programme દેશમાં સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ જિલ્લો છે. ભારત પાકિસ્તાન સરહદે અહીં લખપત તાલુકામાં આવેલા દેશના પાંચ પવિત્ર સરોવર પૈકીના તીર્થધામ નારાયણ સરોવર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા સંકુલની  સુવિધાનો આરંભ થવાનો છે. જે દૂરસુદૂરથી આવતા ભાવિકો માટે પ્રસાદનું વધુ એક સ્થળ બની રહેશે.

10મીથી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ: હરિભક્તોની વિશેષ હાજરી

ભુજ મંદિર ના મહંત સ્વામી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોના સંકલ્પ સાથે ભક્તિ સંસ્થાન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વિશાળ મંદિરને રાષ્ટ્રીયસ્તરે લોકાર્પણનો એક કાર્યક્રમ તા. 10-08-2025 રવિવાર, શ્રાવણ વદ – 1 થી તા. 14-08 ગુરૂવાર, શ્રાવણ વદ 6 સુધી નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે. કથા પારાયણનો લાભ લેવા હરિભક્તોને આમંત્રણ અપાયું છે.

નારાયણ સરોવરનો મહિમા મહાપુરાણમાં આલેખ્યો છે

પંપા સરોવર, માન સરોવર, બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર કચ્છનું આભૂષણ સમાન છે. કચ્છપ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે, નારાયણ સરોવર નો મહિમા શ્રીમદ્ભાગવત મહાપુરાણ માં ખુદ ભગવાન વેદવ્યાસજીએ દર્શાવેલો છે.

જૂના સંતોની ઇચ્છની સંકલ્પ પૂર્તિ થશે

ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ જૂના સંતોની ઇચ્છા સમાન ભગીરથ સંકલ્પ પાર પાડવા વરિષ્ઠ સંતો, સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશના હરિભકતો સામે પ્રસ્તાવ મૂકતા સર્વ પ્રથમ ભુજ મંદિર ના સલાહકાર સમિતિ ના રામજીભાઈ દેવજી વેકરિયા પરીવારે12 એકરનું ભૂમિદાન આપ્યું છે.

દાતાઓના સહયોગથી વિશાળ ભવનનું નિર્માણ

મદનપુરના હરિભક્ત કાનજીભાઈ મેપાણી સહ પરીવાર શિલાન્યાસ માં યોગદાન આપ્યું હતું તો મંદિર માં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ શિયાણીએ તૈયારી બતાવતાની સાથે અન્ય હરિભકતોમાં રામજીભાઈ ગોપાલ દબાસીયા, શાંતીભાઈ દબાસીયા , લાલજીભાઈ દબાસીયા, કાંતીભાઈ નારાણ કેરાઈ , ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસીયા, રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને કાનજીભાઈ. કે. વરસાણી સામત્રા,અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર વિગેરે દેશ વિદેશમાં વસ્તા અનેક હરિભક્તોએ આ ભગીરથ કાર્ય માં મોટી સેવા સાથે  યોગદાન આપવાની તૈયારી બતાવી છે.

આ પણ વાંચો:અદાણી ગ્રુપે મેટ્યૂબ સાથે કર્યો કરાર, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ ક્ષેત્રે કામ કરશે

આ પણ વાંચો:વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ કચ્છના 106 ગામને 6839 કરોડનું માતબર રકમનું ફંડ ફાળવાયું

Back to top button