ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: સપાના મહિલા ધારાસભ્યને યોગી સરકારના વખાણ કરવાનું ભારે પડ્યું, જાણો શું થયું?

લખનૌ, 14 ઓગસ્ટ, 2025ઃ SP’s MLA Pooja Pal dismissed from the party લોકશાહીની વાતો કરીને ભારતીય બંધારણને સતત સંસદથી સડક સુધી લહેરાવતા રહેતા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ તેમના જ એક મહિલા ધારાસભ્યની ફ્રી-સ્પીસને સહન કરી શક્યા નથી. અખિલેશ યાદવે પ્રયાગરાજના ચાયલથી ધારાસભ્ય પૂજા પાલને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પૂજા પાલનો વાંક માત્ર એટલો હતો કે, યુપી વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પર ચર્ચા ચાલી રહી હતી અને તેમણે યોગી સરકારના વખાણ કર્યા હતા. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા જોવા મળ્યા. પૂજા પાલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જુઓ અહીં એ વીડિયો…

યુપી વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પર 24 કલાક ચાલેલી મેરેથોન ચર્ચાને સંબોધતા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલે કહ્યું, “મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝીરો ટોલરન્સ જેવી નીતિઓ લાગુ કરીને મારા જેવી ઘણી મહિલાઓને ન્યાય અપાવ્યો, જેના કારણે અતીક અહમદ જેવા ગુનેગારો માર્યા ગયા. બધા જાણે છે કે મારા પતિની હત્યા કોણે કરી હતી… હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે તેમણે મને ન્યાય અપાવ્યો અને જ્યારે કોઈએ મારી વાત ન સાંભળી ત્યારે તેમણે મારી વાત સાંભળી.”

આગળ તેમણે કહ્યું, “આજે આખું રાજ્ય મુખ્યમંત્રી તરફ વિશ્વાસથી જુએ છે… મારા પતિના હત્યારા અતીક અહમદને મુખ્યમંત્રીએ માટીમાં મેળવી દીધો… મેં ત્યારે અવાજ ઉઠાવ્યો જ્યારે મેં જોયું કે કોઈ પણ અતીક અહમદ જેવા ગુનેગારો સામે લડવા માંગતું નથી… જ્યારે હું આ લડાઈથી થાકી ગઈ, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મને ન્યાય અપાવ્યો.”

LIVE UPDATE: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું, 10નાં મૃત્યુ, અનેક લાપતા

ધારાસભ્ય પૂજા પાલના પતિ રાજૂ પાલની હત્યા અતીક અહમદના ગુંડાઓએ કરી હતી. રાજૂ પાલની હત્યા તેમના લગ્નના માત્ર 9 દિવસ બાદ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ હત્યા પાછળનું કારણ ચૂંટણીની રાજકીય દુશ્મની હતી. વર્ષ 2004માં રાજૂ પાલે અતીક અહમદના ભાઈ અશરફને ચૂંટણીમાં હરાવ્યો હતો, અને આ જ કારણે રાજૂ પાલની હત્યા કરવામાં આવી હતી.

પરંતુ પૂજા પાલનું આ નિવેદન લોકશાહીની વાતો કરનાર અને હાથમાં બંધારણ લઈને સંસદમાં લહેરાવનાર અખિલેશ યાદવને માફક આવ્યું નહોતું. તેમણે તરત જ પૂજા પાલને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. (અહીં જુઓ એ પત્ર)

પૂજા પાલ ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટી

આ પણ વાંચોઃ બસ આ જ એક બાકી હતું? લો માણસોને ધોવા માટે આવી ગયું છે વૉશિંગ મશીન!

Back to top button