ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડવીડિયો સ્ટોરી

Video/ ટેક ઓફ કરતા જ સળગવા લાગ્યુ વિમાન, આગ લાગવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી

અમેરિકા, 20 જુલાઈ 2025:  અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદથી સતત વિમાનમાં ખામીઓના કિસ્સાઓ વધી ગયા છે. લોકોને વિમાનમાં ઉડવાનો ભય સતાવે છે. ત્યારે હવે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં એટાલાન્ટા જતી ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઇટ શુક્રવારે DL446માં ઉડાન ભર્યા પછી એન્જિનમાં અચાનક આગ લાગવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી.

આટલું જૂનું વિમાન

પાઈલટે તાત્કાલિક ઈમરજન્સી સ્થિતિની જાહેરાત કરી હતી અને વિમાન લેન્ડિંગ કરાવ્યું હતું. એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા ઈમરજન્સી સેવાઓને તહેનાત કરીને આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ વિમાન આશરે 25 વર્ષ જૂનું છે અને તેમાં જનરલ ઈલેક્ટ્રિક કંપનીના બે સીએફ6 એન્જિન લાગેલા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ

આ ઘટના લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટિત થઈ હતી. આ બોઈંગનું 767-400 વિમાન હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દેખાય છે કે ઉડાન દરમિયાન વિમાનના ડાબા એન્જિનમાં આગ પકડાઈ હતી. જોકે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર્સને જાનહાની થઇ નથી અને વિમાને ઈમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરી હતી.

આ પણ વાંચો : એક્ટિવા ઉપર બેસીને 35 લાખની બેલેન્સથી 11 ઇસમને રમાડ્યો ક્રિકેટ સટ્ટો, ભુજમાં પકડાયો

Back to top button