અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

જગન્નાથ મંદિરના હાથીને માર મારવાનો વીડિયો વાયરલ: પોલીસે શરૂ કરી તપાસ, 10 થી વધુ લોકોના નિવેદન લેવાયા

અમદાવાદ: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં ગજરાજ વિફર્યા બાદ જગન્નાથ મંદિરનો હાથીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેર અને ગુજરાતમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. જાનવરો પર કરવામાં આવેલા અમાનવિય વર્તનના વિરોધમાં અનેક લોકો દ્વારા પોલીસને લેખિતમાં અરજી આપવામાં આવી હતી.

આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. પોલીસે હાથીના રખરખાવ માટે નિયુક્ત મહાવત અને અન્ય સ્ટાફના અત્યારસુધીમાં કુલ 17 જેટલા નિવેદન નોંધ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોના તથ્યોની તપાસ કરી તેને ટેક્નિકલ અનુસંધાન સાથે પરખવામાં આવી રહ્યો છે. મળેલા નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઘટનાને લઈને પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને શહેરના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આરોપીઓને કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણામાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનું નેતૃત્વ કર્યુ

Back to top button