વિડીયો; શું ચમત્કારો આજેય બને છે? પુરીના જગન્નાથ મંદિર પરનો ધ્વજ એક બાજ લઈ ગયો

પુરી, 14 એપ્રિલ, 2025: હાલ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક બાજ પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના નીલ ચક્ર ઉપર ફરકાવવામાં આવેલ પવિત્ર ધ્વજ લઈને ઉડતો જોવા મળે છે. જેનાથી ભક્તો અને સ્થાનિકોમાં વ્યાપક ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે મંદિરના વહીવટીતંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ વિડિઓની સત્યતા અથવા તારીખ ચકાસી શક્યું નથી. જોકે, સૂત્રોએ દાવો કર્યો છે કે આ વિડિઓ શનિવારે કેદ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર એક વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે, જેમાં એક બાજ શ્રી જગન્નાથ મંદિરના પતિતપાવન ધ્વજ સાથે ઉડતો જોવા મળે છે. આ દૃશ્ય જોઈને ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે જગન્નાથ મંદિરનો ધ્વજ દરરોજ એક ખાસ પદ્ધતિથી બદલવામાં આવે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ પક્ષી ધ્વજ લઈને ઉડી જાય છે, ત્યારે તે લોકોમાં ચર્ચાનો સામાન્ય વિષય બની જાય છે. હવે આ લોકોમાં જિજ્ઞાસા અને આશંકાનો વિષય બની ગયો છે.
જગન્નાથ પુરી મંદિરમાં દરરોજ 20 ફૂટ લાંબો ત્રિકોણાકાર ધ્વજ ફરકાવવામાં આવે છે, જેને બદલવાની જવાબદારી ચોલ પરિવાર લે છે. આ પરંપરા છેલ્લા 800 વર્ષથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે જો એક દિવસ માટે પણ આ ધ્વજ મંદિર પર ન ફરકાય, તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ શકે છે. તેથી દરરોજ નવા ધ્વજ સાથે ભગવાનની આરાધના કરવામાં આવે છે. મંદિરની ટોચ પર લહેરાતો આ ધ્વજ દૂરથી દેખાય છે અને તેને ભગવાન જગન્નાથનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાનના ધ્વજને બદલવાથી એવું માનવામાં આવે છે કે જૂનો ધ્વજ નકારાત્મક ઊર્જાને શોષી લે છે અને તેને દૂર કરીને મંદિરને શુદ્ધ રાખવામાં આવે છે.












