વેલેન્ટાઈન શોપિંગમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા સાવધાન: આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે

નવી દિલ્હીઃ 12 ફેબ્રુઆરી, 2026: વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર માટે સ્પેશિયલ શોપિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? જો હા, તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજી-વિચારીને કરજો, નહીં તો તમારી આ રોમેન્ટિક ડેટ બજેટની બહાર જઈ શકે છે. જાણો એવી 5 ભૂલો વિશે જેનાથી તમારે બચવું જોઈએ.
1. કાર્ડ લિમિટ જોઈને આંધળું ખર્ચ કરવું
ક્રેડિટ કાર્ડમાં જેટલી લિમિટ દેખાય તેટલા જ પૈસા વાપરવા એ સમજદારી નથી. ગિફ્ટ, ફૂલ અને ડિનરનો કુલ ખર્ચ ઝડપથી વધી શકે છે. લિમિટના આધારે ખર્ચ કરવાને બદલે પહેલા એક બજેટ નક્કી કરો અને માત્ર તેટલું જ ખર્ચ કરો જે તમે સમયસર ચૂકવી શકો.
2. EMI અથવા હપ્તાના વિકલ્પને નજરઅંદાજ કરવો
મોટી અને મોંઘી ગિફ્ટ ખરીદતી વખતે ઘણા લોકો EMI ઓપ્શન પસંદ નથી કરતા. આના કારણે એક જ મહિનામાં આખું બિલ ભરવું મુશ્કેલ બની જાય છે. જો તમે મોંઘી વસ્તુ ખરીદી રહ્યા હોવ તો EMI ચેક કરો, જેથી તમારું માસિક બજેટ પણ જળવાઈ રહેશે અને ક્રેડિટ સ્કોર પર પણ ખરાબ અસર નહીં પડે.
3. કેશબેક અને ઓફર્સનો લાભ ન લેવો
વેલેન્ટાઈન સીઝન દરમિયાન બેંકો અને ઈ-કોમર્સ સાઈટ્સ ઘણી કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર્સ આપે છે. ઓફર્સ ચેક કર્યા વગર શોપિંગ કરવું એ પૈસાનો સીધો બગાડ છે. શોપિંગ કરતા પહેલા તમારા ક્રેડિટ કાર્ડની એપમાં ઓફર્સ તપાસો, તમે 10-20% સુધીની બચત કરી શકો છો.
4. સમયસર બિલ ન ચૂકવવું
ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં સૌથી મોટી ભૂલ બિલ પેમેન્ટમાં વિલંબ છે. જો તમે સમયસર બિલ નહીં ભરો તો ભારે વ્યાજ અને લેટ ફી લાગશે. વેલેન્ટાઈન ડેની મજા માણવાને બદલે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. બિલની તારીખ નોંધી લો અથવા ‘ઓટો-પે’ ઓપ્શન ચાલુ રાખો.
5. ઓનલાઈન સુરક્ષામાં બેદરકારી
સૌથી મોટી ભૂલ એ છે કે ઓનલાઈન શોપિંગ વખતે સુરક્ષાનું ધ્યાન ન રાખવું. કોઈ અજાણી લિંક કે ફેક વેબસાઈટ પરથી શોપિંગ કરવું જોખમી છે. હંમેશા વિશ્વાસપાત્ર ઈ-કોમર્સ સાઈટ પરથી જ ખરીદી કરો અને OTP કે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ ચોક્કસ કરો.












