ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘ફક્ત ટી20 નથી રમવું…’ વૈભવ સૂર્યવંશીએ જણાવ્યું પોતાનું સૌથી મોટું ક્રિકેટ ડ્રીમ

Vaibhav Suryavanshi India Team: “હું જે પણ ક્રિકેટ રમીશ, તે ફોર્મેટની જરૂરિયાત મુજબ જ બેટિંગ કરીશ. વનડે ક્રિકેટમાં પણ હું પરિસ્થિતિ અનુસાર મારી જાતને ઢાળીશ. મારું સપનું ભારત માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20) રમવાનું છે. બાકી બધું ભગવાનના હાથમાં છે.” આ શબ્દો છે ભારતીય ક્રિકેટના નવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીના, જેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

વૈભવ સૂર્યવંશીને માત્ર IPL સ્ટાર કહેવો તેના રેડ-બોલ (ટેસ્ટ ક્રિકેટ) ના શાનદાર રેકોર્ડ સાથે અન્યાય ગણાશે. તેણે ખૂબ જ નાની ઉંમરે ફર્સ્ટ ક્લાસ અને યુથ ટેસ્ટ ક્રિકેટમાં એવા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે જે મોટા-મોટા દિગ્ગજો પણ કરી શક્યા નથી. વર્ષ 2023-24 ની રણજી ટ્રોફી સીઝનમાં બિહાર માટે ડેબ્યૂ કરતી વખતે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. ત્યાર બાદ તેણે યુથ ટેસ્ટ ક્રિકેટમાં પણ ધમાકેદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામે ફટકારી સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી

વર્ષ 2024 માં ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામે વૈભવે માત્ર 58 બોલમાં સદી ઠોકી દીધી હતી, જે ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી યુથ ટેસ્ટ સદી હતી. એટલું જ નહીં, વર્ષ 2025 માં બ્રિસ્બેન ખાતે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે જ તેણે 86 બોલમાં 113 રનની આક્રમક ઇનિંગ રમી હતી. વૈભવ 15 વર્ષની ઉંમર પહેલા બે યુથ ટેસ્ટ સદી ફટકારનારો દુનિયાનો એકમાત્ર અને પ્રથમ ખેલાડી છે.

ડેલ સ્ટેન અને અશ્વિન જેવા દિગ્ગજો પણ થયા ફેન

વૈભવ સૂર્યવંશીની અદભુત પ્રતિભાથી માત્ર ફેન્સ જ નહીં, પરંતુ ક્રિકેટના દિગ્ગજો પણ પ્રભાવિત થયા છે. પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન, ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ખુલ્લેઆમ કહી ચૂક્યા છે કે વૈભવને રેડ બોલ ક્રિકેટમાં પણ આગળ વધારવો જોઈએ. ડેલ સ્ટેને તો ત્યાં સુધી કહ્યું છે કે જો વૈભવ લાલ બોલના ક્રિકેટને ગંભીરતાથી લેશે, તો તે ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો સુપરસ્ટાર બની શકે છે.

IPL 2026 માં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયામાં સિલેક્શન

IPL 2026 ની સીઝનમાં 776 રન અને રેકોર્ડબ્રેક 72 સિક્સર (છગ્ગા) ફટકારીને સનસનાટી મચાવનાર વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. તેને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસની સાથે સાથે એશિયન ગેમ્સ 2026 માટે પણ ભારતીય T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, જે તેના શાનદાર ફોર્મનું પરિણામ છે.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈમાં રિક્ષા ચાલકે મહિલા મુસાફર સાથે ગંદી હરકત કરી, વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ ‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા ઈચ્છતો, પરંતુ કાવતરૂ થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button