ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વૈભવ સૂર્યવંશીની ICC T20I રેન્કિંગમાં મોટી છલાંગ, ટોપ-50માં મેળવી જગ્યા

Vaibhav Suryavanshi: ICC દ્વારા 28 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલી નવીનતમ T20I રેન્કિંગમાં ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટર વૈભવ સૂર્યવંશીએ મોટી છલાંગ લગાવી છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કર્યા બાદ વૈભવ હવે વિશ્વના ટોપ-50 બેટર્સમાં સામેલ થઈ ગયો છે.

ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં પાંચ મેચની T20 સિરીઝની શરૂઆતની ત્રણેય મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. 27 ઓક્ટોબરે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે 199 રનનો લક્ષ્યાંક માત્ર 13.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ મેચમાં ઓપનિંગ બેટર અભિષેક શર્માએ સદી ફટકારી હતી, જ્યારે તેની સાથે ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પણ પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. વૈભવે માત્ર 19 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. આ ઇનિંગના કારણે તેની ICC T20I બેટિંગ રેન્કિંગમાં પણ સુધારો થયો છે.

વૈભવ સૂર્યવંશીએ લગાવી 9 સ્થાનની છલાંગ

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતાં વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. જોકે, તે મેચમાં તે ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ત્રીજી T20 મેચમાં વૈભવને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે અભિષેક શર્મા સાથે મળીને ભારતીય ટીમને આક્રમક શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 133 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીએ મેચને ભારતની તરફેણમાં એકતરફી બનાવી દીધી હતી. વૈભવની આ 45 રનની ઇનિંગની અસર ICCની 28 ઓક્ટોબરે જાહેર થયેલી નવીનતમ T20I બેટિંગ રેન્કિંગમાં જોવા મળી છે. તેણે નવ સ્થાનની છલાંગ લગાવીને 45મું સ્થાન મેળવ્યું છે. જો તે સિરીઝની બાકીની બે મેચમાં પણ સારું પ્રદર્શન કરશે, તો તેની રેન્કિંગમાં વધુ સુધારો થઈ શકે છે.

આ પણ વાંચો:ચાર રાજ્યોની MLC ચૂંટણીનાં પરિણામો પર PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ 

નમન ધીરે પણ લગાવી 320 સ્થાનની છલાંગ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર નમન ધીરે પણ ICC T20I રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની શરૂઆતની બે મેચમાં ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નમન ધીરે રેન્કિંગમાં કુલ 320 સ્થાનની છલાંગ લગાવી છે. જોકે, તે હજુ ટોપ-100 ખેલાડીઓમાં સ્થાન મેળવી શક્યો નથી. હાલ તે T20I બેટિંગ રેન્કિંગમાં 504મા ક્રમે છે, જ્યારે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં 288મા સ્થાને છે. આગામી મેચોમાં સારા પ્રદર્શન દ્વારા તે પોતાની રેન્કિંગમાં વધુ સુધારો કરી શકે છે.

આ પણ વાંચો:શેરબજારમાં ભારે ઉથલપાથલ! સેન્સેક્સ 353 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,700ની નીચે બંધ

Back to top button