શું વનડે વર્લ્ડ કપમાં થશે અભિષેક શર્માની એન્ટ્રી? મેદાન પર તબાહી નક્કી!

Abhishek Sharma ODI World Cup : અભિષેક શર્માએ માત્ર 38 બોલમાં કુલ 113 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં 11 છગ્ગા અને 9 ચોગ્ગા સામેલ હતા. અભિષેકની આ વિસ્ફોટક બેટિંગ બાદ હવે તેને વનડે ટીમમાં સામેલ કરવાની માંગ જોર પકડી રહી છે. આગામી વર્ષે ભારતે વનડે વર્લ્ડ કપ રમવાનો છે, ત્યારે શું અભિષેકને ટીમમાં મોકો મળશે કે નહીં તે એક મોટો સવાલ બની ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મોહમ્મદ કૈફનું મોટું નિવેદન
વેલિંગ્ટનના મેદાન પર ન્યુઝીલેન્ડના બોલરોની ધુલાઈ કરનાર યુવા ઓપનર અભિષેક શર્માની બેટિંગ પર દિગ્ગજો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફનું માનવું છે કે અભિષેક જે રીતે ટી20ના 6 ઓવરના પાવરપ્લેમાં વિરોધી બોલરોની હાલત ખરાબ કરી રહ્યો છે, જો તેને વનડે ફોર્મેટમાં 10 ઓવરનો પાવરપ્લે મળી જાય તો તે મેદાન પર એવો ત્રાસ મચાવશે કે ક્રિકેટ જગતમાં ભૂકંપ આવી જશે!
મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર ચર્ચા દરમિયાન જણાવ્યું કે અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવી ખુંખાર જોડી જ્યારે મેદાન પર ઉતરે છે ત્યારે વિરોધી ટીમના કેપ્ટનો પાસે વિચારવાનો પણ સમય બચતો નથી. ટી20ના શરૂઆતી પાવરપ્લેમાં મોટા-મોટા બોલરોની ધોલાઈ કરતા તેને જોઈને સાફ છે કે જ્યારે તે વનડેમાં 10 ઓવર રમશે ત્યારે બોલરો માટે તે સૌથી મોટો ડાકુ સાબિત થશે.
આ પણ વાંચોઃ ચક્રવાત ‘અર્નબ’નો આંધ્રપ્રદેશમાં કહેર! 150 કિમીની ઝડપે પવન,જોઈ લો તબાહીના આ VIDEO
ગંભીર અને શ્રેયસ અય્યરની પ્રશંસા
કૈફના મતે આવી બેટિંગ જોઈને મોટા-મોટા કેપ્ટન પણ લાચાર દેખાય છે, જેવું આ સિરીઝમાં કિવી કેપ્ટન મિશેલ સેન્ટનર સાથે જોવા મળ્યું. આ સાથે કૈફે ગૌતમ ગંભીરની કોચિંગ અને ટીમ ઈન્ડિયાના વિદેશી પ્રવાસના પ્રદર્શનની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ન્યુઝીલેન્ડને તેમના ઘરમાં જઈને 3-0 થી હરાવવું એ કોઈ સામાન્ય વાત નથી.
શું વર્લ્ડ કપમાં મળશે તક?
ભારતીય ટીમે આગામી વર્ષે વનડે વર્લ્ડ કપ રમવાનો છે. મોહમ્મદ કૈફના આ નિવેદન બાદ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે શું અભિષેકને વર્લ્ડ કપની ટીમમાં તક મળશે? વનડે વર્લ્ડ કપ માટે અભિષેકને બેકઅપ ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, કારણ કે તેની પાસે પાવરપ્લેમાં જ મેચનું પાસું પલટવાની ક્ષમતા છે.
આ પણ વાંચોઃ WPL 2027 માટે આજે ઓક્શન શરુ થશે, કેટલા ખેલાડીઓ વેચાશે, કેટલા વાગ્યે શરુ થશે, જાણો બધી વિગતો












