ટ્રેન્ડિંગમનોરંજન

50 ની ઉંમરે વરરાજા બનશે મીકા સિંહ? લગ્ન પર તોડ્યું મૌન

Mika Singh Marriage : બોલિવૂડ અને પંજાબી સિંગર મીકા સિંહ પાસે નામ, શોહરત, ગાડી અને પૈસા બધું જ છે. પરંતુ આ બધું હોવા છતાં મીકા સિંહે હજુ સુધી લગ્ન કર્યા નથી. મીકા સિંહ ટેલિવિઝન પર પોતાનો ‘સ્વયંવર’ પણ રચાવી ચૂક્યા છે. ટીવી એક્ટ્રેસ અકાંક્ષા પુરી ‘સ્વયંવર – મીકા દી વોટી’ શોની વિનર બની હતી. પરંતુ આ શોમાં અકાંક્ષાને પોતાની જીવનસંગિની તરીકે પસંદ કર્યા પછી પણ મીકાએ તેની સાથે લગ્ન કર્યા નહીં અને તેઓ આજે પણ સિંગલ લાઈફ જીવી રહ્યા છે.

મીકા સિંહે લગ્ન ના કરવા પાછળનું શું કારણ આપ્યું?

એક ન્યૂઝ ચેનલ (ન્યૂઝ18 ઈન્ડિયા) સાથેની ખાસ વાતચીતમાં મીકા સિંહે લગ્ન ના કરવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, “મેં ક્યારેય લગ્ન તરફ ખાસ ધ્યાન જ ન આપ્યું. હવે હું લગભગ 50 વર્ષનો થઈ ગયો છું. તેથી જ્યારે પણ હું લગ્ન કરીશ ત્યારે મારો ‘બકરો’ કપાવા માટે તૈયાર છે.”

સિંગરે પોતાના અનોખા અંદાજમાં ઉમેર્યું કે, “જ્યારે પણ મારા લગ્ન થશે, ત્યારે હું મૂંગો થઈ જઈશ, ચૂપ થઈ જઈશ અને બહેરો થઈ જઈશ. પરંતુ હું 100 ટકા લગ્ન કરીશ.”

આ પણ વાંચોઃ Maxxing બન્યો 2026નો Word of the Year, જાણો શું છે તેનો અર્થ અને કેમ છે સોશિયલ મીડિયા પર ચર્ચા?

લગ્ન એટલે સમજૂતી!

મીકા સિંહે લગ્નની વ્યાખ્યા આપતા જણાવ્યું કે, “લગ્નનો અર્થ જ સમજૂતી છે કે તમારે સામે વાળી વ્યક્તિની વાત સાંભળવી જ પડશે. કાં તો તે મને મારી નાખે અથવા હું તેને મારી નાખું. તેથી વધુ સારું એ જ છે કે તે મને મારી નાખે અને હું ચૂપચાપ બેસી જાઉં.”

મીકાના આ નિવેદન પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે તેઓ લગ્ન ચોક્કસ કરશે, પરંતુ તેઓ ક્યારે વરરાજા બનશે અને તેમની દુલ્હન કોણ બનશે તે તો આવનારો સમય જ બતાવશે.

Back to top button