ટ્રેન્ડિંગમનોરંજન

50 વર્ષની ઉંમરે મીકા સિંહ લેશે સાત ફેરા? લગ્નને લઈને કહી મોટી વાત

Mika Singh : બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સિંગર મીકા સિંહ પાસે ઘર, ગાડી અને પૈસા સહિત તમામ સુખ-સુવિધાઓ છે. તેમ છતાં તેમણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. હવે લગભગ 50 વર્ષની ઉંમરે મીકા સિંહે પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું છે અને લગ્ન ન કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મીકા સિંહ ટેલિવિઝન પર સ્વયંવર પણ કરી ચૂક્યા છે. તેમના શો ‘સ્વયંવર – મીકા દી વોટી’ માં ટીવી અભિનેત્રી આકાંક્ષા પુરી વિજેતા બની હતી. મીકાએ આકાંક્ષાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી હતી, પરંતુ ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા નહોતાં. મીકા આજે પણ સિંગલ જીવન જીવી રહ્યા છે.

મીકા સિંહે લગ્ન ન કરવા પાછળનું કારણ જણાવ્યું

मीका सिंह

મીકા સિંહે લગ્ન અંગે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે અત્યાર સુધી તેમણે લગ્ન તરફ ખાસ ધ્યાન આપ્યું નથી. સિંગરે કહ્યું કે હવે તેમની ઉંમર લગભગ 50 વર્ષની થઈ ગઈ છે. લગ્ન અંગે મજાકિયા અંદાજમાં તેમણે કહ્યું કે જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે તેમનો ‘બકરો કાપવા માટે તૈયાર’ હશે. મીકાએ વધુમાં કહ્યું કે તેઓ લગ્ન જરૂર કરશે, પરંતુ લગ્ન પછી તેઓ ચૂપ રહેવાનું પસંદ કરશે. તેમના મતે, લગ્નજીવનમાં એકબીજાની વાત સાંભળવી અને સમાધાન કરવું જરૂરી હોય છે.

‘એ મને મારી નાખે તો સારું, હું ચૂપ બેસી જઈશ’

मीका सिंह

લગ્નજીવન વિશે વાત કરતાં મીકા સિંહે રમૂજી અંદાજમાં કહ્યું કે લગ્નનો અર્થ સમાધાન કરવાનો પણ થાય છે. તેમણે કહ્યું કે સામેની વ્યક્તિની વાત સાંભળવી જ પડે છે. મીકાએ મજાકમાં કહ્યું, “કાં તો એ મને મારે અથવા હું એને મારું. એટલે એના કરતાં સારું છે કે એ મને મારી નાખે, હું ચૂપચાપ બેસી જઈશ.”

આ પણ વાંચો:ટાટા ગૃપમાં મોટો ફેરફાર! નોએલ ટાટા છ કંપનીઓના બોર્ડમાંથી આપશે રાજીનામું

મીકાની આ ટિપ્પણી તેમના રમૂજી અંદાજને કારણે ચર્ચામાં આવી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ 100 ટકા લગ્ન કરશે.
હવે કોની સાથે લગ્ન કરશે મીકા સિંહ?

मीका सिंह

મીકા સિંહે લગ્ન કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે, પરંતુ તેઓ ક્યારે લગ્ન કરશે અને તેમની ભાવિ જીવનસાથી કોણ હશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. હાલમાં તો તેમના ચાહકોને એ જાણવાની ઉત્સુકતા છે કે લગભગ 50 વર્ષની ઉંમરે મીકા સિંહ ક્યારે વરરાજા બનશે અને તેમના જીવનમાં જીવનસાથી તરીકે કોની એન્ટ્રી થશે.

આ પણ વાંચો:ચાર રાજ્યોની MLC ચૂંટણીનાં પરિણામો પર PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ

Back to top button