
Vadodara News: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે તળાવમાં બનેલી દુર્ઘટનાએ આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ચાર મિત્રો મોજમસ્તી માટે તળાવમાં ઉતર્યા હતા, પરંતુ પળવારમાં જ ઘટના કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ અને બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
માહિતી મુજબ, બપોરના સમયે ગામના ચાર યુવકો તળાવમાં નહાવવા ગયા હતા. દરમિયાન અચાનક પાણી ઊંડું થતાં ચારેયનું સંતુલન બગડ્યું અને તેઓ ડૂબવા લાગ્યા. જોકે, નસીબજોગ 2 યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ તરતા તરતા કિનારે આવી પહોંચ્યા, જ્યારે બાકીના બે યુવકો, અમિત તડવી અને શૈલેશ સોલંકી પાણીમાં જ લાપતા થઈ ગયા હતા. સાથીઓએ તરત જ મદદ માટે બૂમાબૂમ કરતા ગામલોકો મોટી સંખ્યામાં તળાવ કિનારે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. બાદમાં વડોદરા ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી, જે હાલ બોટ અને સાધનોની મદદથી તળાવમાં શોધખોળ કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, તળાવમાં કેટલાક વિસ્તારો ખૂબ ઊંડા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણો આવી રહી છે. ઘણી કલાકોની મહેનત છતાં હજુ સુધી બંને યુવાનો મળી આવ્યા નથી. આ દુર્ઘટનાએ આલમગઢ ગામમાં ગમગીનીનો માહોલ પેદા કર્યો છે, જ્યારે પરિવારજનોમાં આઘાત અને ચિંતા જોવા મળી રહી છે.












