જો ડીલ તૂટી તો ઈરાન પર ઘાતક કાર્યવાહી થશે, હોર્મુઝની આસપાસ રહેશે અમેરિકી જહાજ: ટ્રમ્પની ચેતવણી

વોશિંગટન, 09 એપ્રિલ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી સીઝફાયર બાદ ફરીથી તણાવ વધતો દેખાઈ રહ્યો છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ડીલ તૂટી તો તેના વિરુદ્ધ પહેલા કરતા વધારે ઘાતક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે જ્યાં સુધી અસલી ડીલ લાગૂ નહીં થાય, ત્યાં સુધી અમેરિકાની સેના, જહાજ અને હથિયાર ઈરાનની આજુબાજુમાં તૈનાત રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઈટ હાઉસમાંથી કહ્યું કે, જ્યાં સુધી અસલી ડીલ સંપૂર્ણપણે લાગૂ નહી થાય, ત્યાં સુધી અમેરિકી સેના, જહાજ અને હથિયાર ઈરાનની આજુબાજુમાં તૈનાત રહેશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, જો ડીલ તૂટી તો ઈરાન પર હુમલો પહેલા કરતા વધારે અને શક્તિશાળી કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં ફરી વાર જણાવ્યું કે કોઈ પણ કિંમત પર પરમાણુ બોમ્બ નહીં બનવા દઈએ. તેમણે કહ્યું કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સંપૂર્ણપણે લગામ લગાવવો અમારી પ્રાથમિકતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
હોર્મુઝ પર ઈરાનનો કંટ્રોલ સાંખી લેવાય નહીં
અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ પોતાની રણનીતિ પણ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ કોઈ પણ સંજોગોમાં ખુલ્લો અને સુરક્ષિત રહેવો જોઈએ. અમેરિકી નૌસેનાના જહાજ ત્યાં હાજર રહેશે, જેથી તેલની સપ્લાઈમાં કોઈ અડચણ ન આવે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની સુરક્ષા માટે રસ્તા પર કોઈ પણ પ્રકારનું ઈરાની કંટ્રોલ સાંખી લેવામાં નહીં આવે.
આ પણ વાંચો: Gold-Silver Rate Fall: સોના-ચાંદીના ભાવ અચાનક ધડામ થયા, ચાંદી 4700 રુપિયા સસ્તી, જાણો સોનામાં શું છે ઘટાડો












