અમેરિકાની અવળચંડાઇ, હવે પાકિસ્તાનને ઓઇલ શોધવામાં કરશે મદદ

વોશિગ્ટન, 1 ઓગસ્ટ, 2025: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ગઇકાલે જ 25 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે, તો બીજી બાજુ અમેરિકાની વધુ અવળચંડાઇ બહાર આવી છે. જેમાં તેણે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરવાની જાહેરાત કરતા કહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન સાથે કામ કરીને મોટાપાયા પર ઓઇલ ડિસ્કવરીમાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે જંગી ઓઇલ અનામતો છે. જો કે પાકિસ્તાન પાસે કયા પ્રકારની જંગી ઓઇલ અનામતો છે જેનો ટ્રમ્પ દાવો કરી રહ્યા છે.
ભવિષ્યમાં ભારત પણ ખરીદી શકે છે પાકિસ્તાન પાસેથી ઓઇલ
ટ્રમ્પે તો એમ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કદાચ પાકિસ્તાન ભારતને ઓઇલ વેચતું હોય તેવા દિવસો પણ જોવા મળી શકે છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કર્યુ છે, જેમા અમેરિકા પાકને તેના ઓઇલ રિઝર્વ વિકસાવવામાં મદદ કરશે. અમે આ માટે ઓઇલ કંપની પસંદ કરવાના છીએ, જે આ ભાગીદારીને આગળ ધપાવશે.
નોંધનીય છે કે પાકિસ્તાન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે તેના પશ્ચિમ કાઠે જંગી ઓઇલ અનામતો છે, પરંતુ આ થાપણોને વિકસાવવા કોઈ પ્રગતિ હજી સુધી થઇ શકી નથી. પાકિસ્તાન આ અનામતો વિકસાવવા રોકાણને આકર્ષવા પ્રયત્નશીલ છે.
પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફે આ ઐતિહાસિક કરાર બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. તેની સાથે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચેના સહયોગમાં વધારો થશે. ટ્રમ્પ હાલમાં સાઉથ કોરીયા સાથે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ શનિ-બુધનો નવપંચમ રાજયોગ બનાવશે દુર્લભ સંયોગ, ત્રણ રાશિઓની કિસ્મત ચમકશે












