UPSC રિઝલ્ટમાં મોટું ટ્વિસ્ટ, 301મી રેન્ક પર બે આકાંક્ષા સિંહનો દાવો, કોણ સાચું?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામોની જાહેરાતથી દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. હજારો ઉમેદવારો અને તેમના પરિવારો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ ખુશી વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.
ખરેખરમાં વિવાદ 301મી રેન્કને લઈને ઊભો થયો છે. આ રેન્ક પર આકાંક્ષા સિંહ નામ નોંધાયેલું છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે બે અલગ-અલગ રાજ્યોની બે યુવતીઓ પોતાને આ રેન્કની અસલી ઉમેદવાર કહી રહી છે. એક તરફ છે બિહારના આરાની રહેવાસી આકાંક્ષા સિંહ, જ્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશના ગાજીયાપુરની આકાંક્ષા સિંહ પણ આ રેન્કને પોતાની સફળતા કહી રહી છે. આ સમગ્ર મુદ્દાએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે. હવે સૌની નજર UPSC પર જ ટકી છે.
આરાની આકાંક્ષાએ કર્યો દાવો
બિહારના આરા શહેરની રહેવાસી આકાંક્ષા સિંહ પોતાને 301મી રેન્કની અસલી ઉમેદવાર કહે છે. તેઓ બ્રહ્મેશ્વર મુખિયાની પૌત્રી હોવાનું કહેવાય છે અને તેમના પિતાનું નામ ઇન્દુભૂષણ સિંહ છે. તેમનુ કહેવું છે કે મેરિટ લિસ્ટમાં જે માહિતી આપવામાં આવી છે, તે તેમની જ છે. તેમના એડમિટ કાર્ડ પર રોલ નંબર 0856794 નોંધાયેલો છે.
ગાઝીપુરની આકાંક્ષાએ પણ કર્યો દાવો
બીજી તરફ, ઉત્તર પ્રદેશના ગાઝીપુરના રહેવાસી ડૉ. આકાંક્ષા સિંહે પણ સોશિયલ મીડિયા પર પોતાની દાવેદારી રજૂ કરી છે. તેમણે પોતાના ફેસબુક પોસ્ટમાં ઇન્ટરવ્યુનું એડમિટ કાર્ડ શેર કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તેમના એડમિટ કાર્ડ પર પણ એ જ રોલ નંબર 0856794 નોંધાયેલો છે, જે 301મી રેન્ક સાથે જોડાયેલો જણાવાયો છે.
પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે કેટલાક લોકો તેમના નામ અને સફળતાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેથી તેમણે પોતાની ઓળખ અને એડમિટ કાર્ડની નકલ જાહેર કરી છે, જેથી કોઈ પણ પ્રકારનો ભ્રમ ન રહે. તેમણે એ પણ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક નકલી પોસ્ટ્સ ફેલાવવામાં આવી રહ્યા છે.
મેરિટ લિસ્ટમાં ફક્ત એક જ નામ
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 મેરિટ લિસ્ટમાં આકાંક્ષા સિંહનું નામ 301મા ક્રમે છે. પરંતુ હવે પ્રશ્નો ઉભા થાય છે કે વાસ્તવિક ઉમેદવાર કોણ છે. આ મામલે હવે બધાની નજર UPSC પર છે.
આ પણ વાંચો: ‘પરમિશનની જરૂર નથી’, ટ્રમ્પની રશિયન તેલ ખરીદી માટે 30 દિવસની છૂટ પર ભારતનું રિએક્શન












