ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પરમિશનની જરૂર નથી’, ટ્રમ્પની રશિયન તેલ ખરીદી માટે 30 દિવસની છૂટ પર ભારતનું રિએક્શન

ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકા તરફથી 30 દિવસની છૂટની જાહેરાત બાદ વિરોધી પક્ષે કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત રાષ્ટ્રીય હિતમાં જ્યાંથી મન થાય ત્યાંથી તેલ ખરીદશે. સરકારે કહ્યું કે ઇરાન-અમેરિકા-ઇઝરાઇલ યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ છે, અને આવા સમયમાં ભારત સૌથી સારી કિંમતો આપનાર કોઈપણ દેશમાં કાચું તેલ ખરીદવાનું ચાલુ રાખશે.

ભારતનો ઉર્જા પુરવઠો સુરક્ષિત: કેન્દ્ર

કેન્દ્ર સરકારે જણાવ્યું, “સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ વધવા છતાં ભારતની ઊર્જા પુરવઠો સુરક્ષિત અને સ્થિર છે. ભારતે પોતાના કાચા તેલના સ્ત્રોતોને 27 દેશોથી વધારીને 40 દેશો સુધી વૈવિધ્યસભર બનાવ્યા છે, જેના કારણે પુરવઠાના ઘણા વૈકલ્પિક માર્ગો સુનિશ્ચિત થયા છે. રાષ્ટ્રીય હિતમાં, ભારત સૌથી વધુ સ્પર્ધાત્મક અને પોષણક્ષમ દરે તેલ ખરીદે છે. અદ્યતન રિફાઇનરી ક્ષમતા હોવાથી વિવિધ ગ્રેડના કાચા તેલને પ્રોસેસ કરવું શક્ય છે, જેના કારણે પુરવઠો સતત ચાલુ રહે છે.”

ભારતે શનિવારે (7 માર્ચ 2026) આ પણ પુષ્ટિ કરી કે તે અમેરિકા દ્વારા આપવામાં આવેલી અસ્થાયી છૂટ બાદ પણ રશિયા પાસેથી તેલ આયાત ચાલુ રાખશે. આ છૂટ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કહ્યું છે કે નવી દિલ્હી માટે આ પ્રકારની ખરીદી માટે કોઈપણ દેશ પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી.

ભારતને પરમિશનની જરૂર નથી

સરકારે જણાવ્યું હતું કે, “ભારતે ક્યારેય રશિયન તેલ ખરીદવા માટે કોઈ દેશની પરવાનગી પર આધાર રાખ્યો નથી. ભારત ફેબ્રુઆરી 2026 માં રશિયન તેલની આયાત કરવાનું ચાલુ રાખશે, અને રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનના વાંધાઓ છતાં ભારતે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. ડિસ્કાઉન્ટેડ ભાવ અને રિફાઇનરીની માંગને કારણે 2022 પછી આયાતમાં વધારો થયો.”

રશિયા સાથે વેપાર અવિરત ચાલુ રહ્યો છે: કેન્દ્ર સરકાર

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી ફ્લો અને શિપિંગ રૂટમાં અડચણો સર્જાઈ છે, જેના કારણે તેલની કિંમતોમાં વધારો થયો છે. ગુરુવારે (5 ફેબ્રુઆરી, 2026), યુનાઇટેડ સ્ટેટ્સે રશિયા પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કર્યા જેથી ભારતમાં જહાજો પર લોડ થયેલ રશિયન તેલનું વેચાણ થઈ શકે. આ અંગે કેન્દ્ર સરકારે કહ્યું, “રશિયા સાથેનો વેપાર સતત ચાલુ રહ્યો છે. આ છૂટ દ્વારા રશિયા સાથેના અમારા વેપારને અવગણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત વૈશ્વિક સ્તરે રિફાઇનડ પ્રોડક્ટ્સનું નિકાસકર્તા છે અને આ સ્થિતિ તેમની ઊર્જા સુરક્ષાને નબળું નહીં કરે, પરંતુ મજબૂત બનાવશે.”

આ પણ વાંચો: નિશાંત પર પાર્ટી જ નહીં, લોકપ્રિયતા બચાવવાની પણ રહેશે જવાબદારી; તેજસ્વી અને ચિરાગ સાથે ટક્કર

Back to top button