ટોપ ન્યૂઝનેશનલ

UP : યુપીમાં યોગી મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 2 મંત્રીઓને પ્રમોશન, 6 નવા ચહેરા કરાયા સામેલ

આજે રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. લખનૌના લોકભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ભૂપેન્દ્ર ચૌધરી, કૃષ્ણ પાસવાન, હંસરાજ વિશ્વકર્મા, મનોજ પાંડે, કૈલાશ રાજપૂત અને સુરેન્દ્ર દિલેરને નવા મંત્રી તરીકે શપથ લેવડાવ્યા છે. આ ઉપરાંત, સોમેન્દ્ર તોમર અને અજીત સિંહ પાલને પણ શપથ ગ્રહણ કર્યા, જેમને બઢતી મળી છે. નવા ચહેરાઓમાં એક બ્રાહ્મણ, ત્રણ ઓબીસી અને બે દલિતનો સમાવેશ થાય છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા લોકભવનમાં આનંદીબેન પટેલ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેનાથી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાં લાંબા સમયથી રાહ જોવાતી ફેરબદલની અટકળોને વેગ મળ્યો છે.

ધારાસભ્ય આશા મૌર્યએ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યું

મંત્રીમંડળમાં સ્થાન ન મળતા ધારાસભ્ય આશા મૌર્યએ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે, વર્ષોથી પાર્ટી અને સંગઠન માટે કાર્ય કરનાર કાર્યકર્તાઓની ઉપેક્ષા પીડાદાયક છે. તાજેત્તરમાં વિપક્ષ સતત બેરોજગારી, કાયદાકીય વ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દાને લઈને સરકાર પર હુમલો કરી રહી છે. એવામાં નવા ચહેરાઓ સામેલ કરી સરકાર જનતાની વચ્ચે સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : કેરળ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ: દિલ્હીમાં ત્રણ કલાક ચાલેલી બેઠક અનિર્ણિત, હવે ‘હાઈકમાન્ડ’ લેશે અંતિમ નિર્ણય

Back to top button