અજાણી મહિલાને લિફ્ટ આપતા પહેલાં સો વાર વિચારજો…! સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ચોંકાવનારો વીડિયો

ઉત્તર પ્રદેશઃ 14 ઓક્ટોબર, 2025: Viral Video: લિફ્ટ આપવી એ ભલે માનવતાનું કામ ગણાય, પરંતુ ઘણી વખત ખોટા ઈરાદા ધરાવતા લોકો તેનો દુરુપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના લખનૌનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક બાઇક ચાલક મહિલાને લિફ્ટ આપી રહ્યો હતો. આ સમયે પાછળથી કારમાં આવેલા કેટલાક લોકોએ બાઇક ચાલકને આ મહિલા વિશે ચેતવણી આપી હતી, જેને સાંભળીને બાઇક ચાલક પણ ચોંકી ગયો અને તેણે બાઇક રોકી દીધી હતી.
શું છે સમગ્ર ઘટના?
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક મહિલાને લિફ્ટ આપીને જઈ રહ્યો છે. પાછળથી આવતી કારમાં બેઠેલો વ્યક્તિ બૂમ પાડીને બાઇક ચાલકને કહે છે કે, “આ મહિલા લિફ્ટ માગીને જઈ રહી છે, પછીથી તેને ધમકાવશે.”
કાર સવાર બાઇક ચાલકની નજીક પહોંચીને તેને ચેતવે છે કે, “આ એવી મહિલા છે જે પહેલા લોકો પાસેથી લિફ્ટ માગે છે અને પછી તેમના પૈસાની લૂંટી લે છે.” કારમાં બેઠેલો શખસ અન્ય એક વ્યક્તિને પણ જણાવે છે કે, “આ લોકોને ફસાવે છે અને તેમના પૈસા ચોરી લે છે.”
छेड़खानी का आरोप लगाती और पैसे ऐंठ लेती है, ऐसे में किसे अच्छा समझ कोई लिफ्ट दें
राजधानी लखनऊ में लिफ्ट मांग कर महिला करती है चोरी! पहले लोगों को रोक कर लिफ्ट मांगती है, बोलती मेरे पास पैसे नहीं है आगे छोड़ दो, आगे जाने के बाद जेब काट कर पैसे निकाल लेती ?
लिफ्ट दिजिए, सावधान… pic.twitter.com/J9XMulonjD
— Abhishek R Ojha (@ojha_journalist) October 12, 2025
આગળ, કાર સવાર વાહન રોકીને બાઇક ચાલકને પૂછે છે કે, “ભાઈ, આણે તમારી પાસે લિફ્ટ માગી હતી?” બાઇક ચાલકે હા પાડતા, કાર સવાર તેને ફરીથી ચેતવે છે કે “આ મહિલા ચોર છે અને પૈસા ચોરી લે છે.” 44 સેકન્ડનો આ ફૂટેજ અહીં સમાપ્ત થાય છે, જે હવે ઇન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા:
@ojha_journalist (અભિષેક આર ઓઝા) દ્વારા પોસ્ટ કરાયેલા આ વીડિયોને @gharkekalesh દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે, જેના પર યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિષેક ઓઝાએ X પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, “આ મહિલા છેડતીનો આરોપ લગાવીને પૈસા પડાવી લે છે. આવા સંજોગોમાં કોણ ભલું સમજીને લિફ્ટ આપશે?”
યુઝર્સ કહી રહ્યા છે કે, આ મહિલા પહેલા લોકોને રોકીને લિફ્ટ માગે છે, કહે છે કે ‘મારી પાસે પૈસા નથી, મને આગળ છોડી દો’, અને પછી આગળ જઈને ખિસ્સા કાપીને પૈસા કાઢી લે છે. લોકોએ અપીલ કરી કે, લિફ્ટ આપતા પહેલા સાવધાન રહો. આ પ્રકારની ઘટનાઓથી હવે લોકો લિફ્ટ આપતા પહેલા દસ વાર વિચારશે.
આ પણ વાંચોઃ Rajasthan Murder: પત્નીના પ્રેમ સંબંધને કારણે યુવકની હત્યા, લાશ હાઇવે પાસે મળી
આ પણ વાંચોઃ લગ્નમાં અડચણ બનતા ભાભીને જીવતે જીવ સળગાવી, દિયરને બાથ ભરી જતા બંનેના ઘટનાસ્થળે મોત












