ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશમાં બાળકોની હોસ્પિટલમાં લાગી ભીષણ આગઃ અત્યાર સુધી બે ડઝનથી વધુ બાળકોનું કરાયું રેસક્યુ

ઉત્તર પ્રદેશઃ 16 જુલાઈ, 2025: UP Fire in Children Hospital: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બુધવારે (16 જુલાઈ) બાળકોની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. આગના કારણે સમગ્ર કેમ્પસમાં અફરા- તફરી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, હોસ્પિટલના ભોંયરામાં આગ લાગી હતી, પરંતુ ધુમાડો ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો, જેથી દર્દીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. દર્દીઓને બચાવવા માટે સીડી અને ધોતીના દોરડું બનાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા.

સીડી લગાવી ધોતી બાંધીને દર્દીઓને નીચે ઉતાર્યા

આગની ઘટના દરમિયાન લગભગ બે ડઝન બાળકોને હોસ્પિટલમાં દાખલ હતા. તેમજ તેમના ઘણા પરિચિતો પણ હોસ્પિટલમાં હાજર હતા. હોસ્પિટલના નીચેના માળે લોકો સરળતાથી બહાર નીકળી ગયા હતા, પરંતુ બીજા માળે હાજર દર્દીઓ અને સગાઓને સીડી મૂકીને અને ધોતી બાંધીને નીચે લાવવામાં આવ્યા. કેટલાક ગંભીર બાળકોને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક હોસ્પિટલની બહાર રાખ્યા હતા.

આગ ભોંયરા સુધી જ સીમિત રહેતા મોટી દુર્ઘટના બચી 

ઘટના અંગેની માહિતી મળતાં ફાયર બ્રિગેડ પહોંચી ગઈ અને ભોંયરામાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આ દરમિયાન આગને કારણે અફરા- તફરીનો માહોલ સર્જાયો  હતો. આગ દરમિયાન હોસ્પિટલોમાં અગ્નિશામક સાધનો નિષ્ફળ નીવડ્યા હતા. સદનસીબે આગને ભોંયરામાં જ કાબુમાં લઈ લેવામાં આવી હતી. જો તે વધુ ફેલાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગ કઈ રીતે લાગી હાલમાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જાડેજાની બેટીંગથી જામ સાહેબ થયા ખુશ, કહ્યું- હવે તમે ખરેખર જામનગરનું ક્રિકેટમાં પાણી બતાવ્યું

આ પણ વાંચોઃ અદાલતોમાં શૌચાલયની કમી પર સુપ્રીમ કોર્ટનું કડક વલણઃ 20 હાઇકોર્ટ સામે નારાજગી વ્યક્ત કરી

Back to top button