જાડેજાની બેટીંગથી જામ સાહેબ થયા ખુશ, કહ્યું- હવે તમે ખરેખર જામનગરનું ક્રિકેટમાં પાણી બતાવ્યું

જામનગર, તા. 16 જુલાઈ, 2025: રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે ઈંગ્લેન્ડ સામે 193 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતને મેચમાં બનાવી રાખવા માટે લડાયક ઈનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા અને ભારતના નંબર 10 અને 11 – જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના લડાયક પ્રયાસોના કારણે એકતરફી હાર જીત તરફ આગળ વધી રહી હતી. છેલ્લી બે વિકેટની ભાગીદારી 212 બોલની રહી હતી. જોકે, ભારત લક્ષ્યથી 22 રનથી દૂર રહી ગયું. જાડેજાએ બુમરાહ અને સિરાજ સાથે 58 રન ઉમેર્યા અને 181 બોલમાં 61 રન બનાવી અણનમ રહ્યો હતો.

આ ઐતિહાસિક ઈનિંગ બાદ જામનગરના જામ સાહેબે ક્રિકેટરને અભિનંદન પાઠવ્યા છે. વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહે વિશેષ અભિનંદન પાઠવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જામસાહેબે જણાવ્યું કે રવિન્દ્ર જાડેજાએ જામનગરનું ક્રિકેટમાં નામ રોશન કર્યું છે. તેમને વધુમાં કહ્યું કે જામનગરના તમામ ક્રિકેટરો જાડેજાની રમત જોઈને ગૌરવની લાગણી અનુભવે છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : ડૉ.જયંતિ રવિ












