
અમદાવાદ, 19 જૂન 2025: Amit Shah to celebrate Yoga Day in Ahmedabad કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 21મી જૂને આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 20મી જૂને રાત્રે 8 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અગામી શનિવારે પ્રહલાદ નગર ગાર્ડન ખાતે સવારે 7 વાગ્યે યોજાનાર યોગ કાર્યક્રમમાં શ્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમી નાગરિકો, વિદ્યાર્થીઓ, સંસ્થાઓ અને અધિકારીઓ જોડાવાના છે.
આ યોગ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોગાસન, શ્વાસોત્સર્ગ કળાઓ અને પ્રાચીન યોગશાસ્ત્ર પર માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમ શહેર માટે માન અને ગૌરવની ક્ષણ છે કારણ કે તેમાં દેશના મહત્ત્વના કેન્દ્રીય મંત્રીની હાજરી મળશે.
મહત્વનું છે કે, યોગ દિવસ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ જાહેર જનતામાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવી અને તેનાથી થતા શારીરિક તેમજ માનસિક લાભોને લઈને લોકોમાં રસ જગાવવાનો છે.
આ પણ વાંચો: કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાન માટે હવે અંતિમ કલાક બાકી અત્યાર સુધી કેટલું થયું મતદાન?












