કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાન માટે હવે અંતિમ કલાક બાકી અત્યાર સુધી કેટલું થયું મતદાન?

અમદાવાદ 19 જૂન 2025: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે યોજાયેલી પેટા ચૂંટણીમાં લોકશાહીનો ઉત્સવ જોવા મળ્યો છે. લોકો હોશે હોશે મતદાન કરવા પહોંચ્યા હતા વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.

મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક જ બાકી રહ્યો છે. ત્યારે સાંજના પાંચ વાગ્યા સુધીની માહિતી મુજબ, કડી વિધાનસભામાં અંદાજે 50 ટકા અને વિસાવદર વિધાનસભામાં 51 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ગ્રામ્ય વિસ્તારોના મતદારો ખાસ કરીને મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર આવી મતદાન મથકો સુધી પહોંચતા જોવા મળ્યા હતા. મતદાન દરમ્યાન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. મતદારોમાં પેટા ચૂંટણીને લઈને ઉત્સાહ અકબંધ રહ્યો છે.

ચૂંટણી અધિકારીઓ અને સુરક્ષા દળોએ યોગ્ય વ્યવસ્થા કરીને મતદાન પ્રક્રિયા સરળ અને સઘન રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરી હતી. મતદાન મથકો પર લાંબી લાઈનો અને ઉચ્ચ મતાઓની હાજરી લોકશાહિત પ્રત્યેનો વિશ્વાસ અને જવાબદારી દર્શાવે છે.

હવે તમામની નજર મતગણતરી અને પરિણામ પર છે. પેટા ચૂંટણીના પરિણામો કયા રાજકીય પક્ષને લાભ આપશે એ અંગે રાજકીય ચકચાર પણ તીવ્ર બની રહી છે.

આ પણ વાંચો: વરસાદી પાણી ભરાવા મુદ્દે MLA ઈમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખી આ ગંભીર આક્ષેપ કર્યો!

Back to top button