ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ
ના તોડફોડ, ના દીવાલ પર ટીંગાડવાની ઝંઝટ, ગમે ત્યાં લગાવી શકશો આ RO

Under Sink RO System: વોટર પ્યુરિફાયર અને આરઓ (RO) ના માર્કેટમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી મોટાભાગના પ્યુરિફાયરને દીવાલ પર ફાસ્ટનર ડ્રિલ કરીને ઈન્સ્ટોલ કરવામાં આવે છે. દીવાલ પર લગાવવાનો મુખ્ય હેતુ એ હોય છે કે ગુરુત્વાકર્ષણને કારણે પાણીનો ફ્લો નીચે તરફ રહે અને ગ્લાસ કે બોટલમાં પાણી સરળતાથી ભરી શકાય.
પરંતુ હવે માર્કેટમાં એક ખાસ પ્રકારનું પ્યુરિફાયર આવી ગયું છે, જેને અંડર સિંક RO (Under Sink RO) કહેવામાં આવે છે. આ આરઓ રસોડામાં સિંકની નીચે નીચેની સરફેસ પર જ રાખવામાં આવે છે અને ઉપર પ્લેટફોર્મ પર એક નળ (ટોટી) લગાવવામાં આવે છે, જેમાંથી પ્યુરિફાઈડ પાણી આવે છે.
અંડર સિંક RO ના મુખ્ય ફાયદા
-
રસોડાની સુંદરતા વધારે છે: આ પ્યુરિફાયર સિંકના નીચેના ભાગમાં છુપાઈ જતું હોવાથી રસોડાની દીવાલ પર કોઈ વધારાનું મશીન દેખાતું નથી.
-
સરળ ઈન્સ્ટોલેશન: દીવાલમાં ડ્રિલિંગ કે તોડફોડ કર્યા વગર તેને નીચે જ રાખી દેવામાં આવે છે.
-
પ્રેશર ટેન્ક: પાણીના યોગ્ય ફ્લો માટે આ સિસ્ટમ સાથે એક સ્પેશિયલ પ્રેશર ટેન્ક જોડવામાં આવે છે, જે પાણીને દબાણપૂર્વક ઉપર નળ સુધી પહોંચાડે છે.
-
કિંમત: ઓનલાઈન પ્લેટફોર્મ પર અંડર સિંક વોટર પ્યુરિફાયરની શરૂઆતી કિંમત રૂ.15,000 થી થાય છે, જ્યારે સ્થાનિક માર્કેટમાંથી તે થોડા સસ્તા ભાવે પણ મળી શકે છે.
અંડર સિંક RO ના ગેરફાયદા
-
મોંઘી કિંમત: સામાન્ય વોટર પ્યુરિફાયરની સરખામણીમાં આ સિસ્ટમ થોડી વધુ મોંઘી હોય છે.
-
સર્વિસિંગમાં મુશ્કેલી: સિંકની નીચે જગ્યા ખૂબ જ મર્યાદિત અને સાંકડી હોવાથી તેની સર્વિસિંગ કરવી મુશ્કેલ બને છે.
-
વધુ સર્વિસ ચાર્જ: સાંકડી જગ્યામાં ટેકનિશિયનને કામ કરવામાં તકલીફ પડતી હોવાથી તેની સર્વિસિંગ અને મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી જાય છે.
આ પણ વાંચોઃ ટાટા અને રિલાયન્સના ₹66,000 કરોડ 5 દિવસમાં સ્વાહા! સામે LICના રોકાણકારો થયા માલામાલ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












