અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતયુટિલીટી

UGCની પરીક્ષા રદ થઈ નથીઃ ફેક નોટિસ બાબતે આવી સત્તાવાર સ્પષ્ટતા

નવી દિલ્હી, 7 મે, 2025 – યુજીસી દ્વારા આજે મોડી રાત્રે એક સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. UGCના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર સ્પષ્ટતા કરવા સાથે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, યુજીસીની કોઈ પરીક્ષા રદ્દ થઈ નથી. UGC exams have not been cancelled

વાસ્તવમાં, આજે દિવસ દરમિયાન કોઈ અસામાજિક અને દેશ વિરોધી તત્વોએ એવી એક નોટિસ ફરતી કરી હતી કે, યુદ્ધની વર્તમાન સ્થિતિમાં યુજીસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

યુજીસીના ધ્યાનમાં આ વાત આવતાં તત્કાળ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુજીસીના નામે જે નોટિસ ફરે છે તે ફેક છે અને યુજીસી દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

UGC exams - HDNews
UGC exams – HDNews

યુજીસીના X હેન્ડલ ઉપર આ અંગે કહેવામાં આવ્યું છે કે, યુજીસીના તમામ અપડેટ માત્ર તેની વેબસાઈટ ઉપર જ આપવામાં આવે છે અને તે ઉપરાંત યુજીસીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર વિગતો આપવામાં આવે છે. અને તેથી પરીક્ષા મોકૂફ રહ્યાની જે નોટિસ છે તે ફેક છે.

આ પણ વાંચોઃ Operation Sindoorને કારણે પાકિસ્તાન ગુસ્સે, રાતથી LoC પર કરી રહ્યું છે સતત ગોળીબાર, અત્યાર સુધી 15 નાગરિકોના મૃત્યુ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button