ટ્રેન્ડિંગનેશનલ

લો બોલો…! લગ્નના 10 દિવસ પહેલાં બહેનપણી સાથે ભાગી ગઈ યુવતી, સમલૈંગિક સંબંધની ચોંકાવનારી કહાણી

નવી દિલ્હીઃ 3 જાન્યુઆરી, 2026:પંજાબના તરન તારન જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે વિદ્યાર્થિનીઓ સમલૈંગિક લગ્ન કરવાના ઈરાદે ઘર છોડીને ભાગી ગઈ છે. આ ઘટનાને પગલે બંને પરિવારો સ્તબ્ધ છે. ખાસ વાત એ છે કે, ભાગી ગયેલી યુવતીઓ પૈકી એકના લગ્ન આગામી 14 જાન્યુઆરીએ થવાના હતા, પરંતુ હવે આ ઘટના બાદ વરપક્ષે લગ્ન કરવાની ના પાડી દીધી છે.

મિત્રતા પ્રેમમાં બદલાઈ અને…

આ સમગ્ર મામલો તરન તારનના મુરાદપુરા મહોલ્લાનો છે. પોલીસ ફરિયાદમાં એક વિદ્યાર્થિનીની માતાએ જણાવ્યું કે, તેની પુત્રી અને તેની બહેનપણી ધોરણ 9 થી 12 સુધી સાથે ભણતી હતી. આ દરમિયાન તેમની મિત્રતા ખૂબ જ ગાઢ બની ગઈ હતી. સામે પક્ષની યુવતીએ ‘બોય કટ’ હેરસ્ટાઈલ રાખી હતી અને તે અવારનવાર ઘરે આવતી હોવાથી પરિવારને કોઈ શંકા ગઈ નહોતી.

લગ્ન નક્કી થતા મળી હતી ધમકીઓ

માતાના જણાવ્યા અનુસાર, જ્યારે તેની પુત્રીના લગ્ન 14 જાન્યુઆરીના રોજ એક યુવક સાથે નક્કી કરવામાં આવ્યા અને કંકોતરીઓ વહેંચાવાની શરૂ થઈ, ત્યારે તેની

બહેનપણી નારાજ થઈ ગઈ હતી. તેણે યુવતીના ભાઈને પણ ધમકી આપી હતી કે જો આ લગ્ન બીજે ક્યાંય કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે. આખરે, લગ્નના થોડા દિવસો પહેલા જ તે યુવતી તેની પુત્રીને લલચાવી-ફોસલાવીને પોતાની સાથે લઈ ગઈ છે.

પોલીસ તપાસ

સિટી પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) અમરીક સિંહે જણાવ્યું હતું કે, “માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. બંને યુવતીઓના લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો ચાલુ છે. કાયદાકીય મર્યાદામાં રહીને તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે અને યુવતીઓ મળી આવ્યા બાદ તેમના નિવેદન નોંધવામાં આવશે.”

Back to top button