ટ્રેન્ડિંગવર્લ્ડ

તુર્કીયેમાં LGBTQ+ અને HIV સપોર્ટ ગ્રૂપ્સ પર મોટી કાર્યવાહી, કાર્યવાહીથી મચ્યો હડકંપ

Turkey crackdown on LGBTQ groups:  તુર્કીયેમાં સરકારી તંત્ર દ્વારા LGBTQ+ સમુદાયના સભ્યો અને સંસ્થાઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ દરોડા પાડીને અનેક LGBTQ+ જૂથોના સભ્યોની અટકાયત કરી છે તેમજ તેમની ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રવિવારે મોડી રાત્રે 1 વાગ્યે ઇસ્તંબુલ, અંકારા, ઇઝમિર, આયદિન અને મર્સિન જેવા દેશના મોટા શહેરોમાં એકસાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તુર્કીયેના મંત્રીનું નિવેદન

સોશિયલ મીડિયા પર તુર્કીયેના મંત્રી અકિન ગુર્લેકે માહિતી આપતા જણાવ્યું હતું કે, 162 શંકાસ્પદો, 9 સંસ્થાઓ અને 13 વ્યવસાયિક એકમો સામે તપાસ ચાલુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના પરિવાર અને બાળકોની સુરક્ષા સંબંધિત 10 વર્ષ જૂના આદેશ હેઠળ “બાળકો, પરિવારની સંસ્થા અને જાહેર વ્યવસ્થાની રક્ષા” માટે આ પગલું લેવાયું છે.
ગુર્લેકે ઉમેર્યું હતું કે, બંધારણ દ્વારા રાજ્યને પરિવાર અને બાળકોને સુરક્ષિત રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી બાળકો, યુવાનો કે પરિવારોને નિશાન બનાવતી કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કે શોષણ નેટવર્કને ચલાવી લેવામાં આવશે નહીં.

HIV જાગૃતિ જૂથો અને વેબસાઈટ્સ પર પ્રતિબંધ

આ દરોડા દરમિયાન મુખ્ય LGBTQ+ અધિકાર જૂથો તેમજ HIV જાગૃતિ ફેલાવતા સંગઠનોના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સંગઠનોની સત્તાવાર વેબસાઈટ્સ પણ બ્લોક કરી દેવામાં આવી છે. મંત્રી ગુર્લેકના જણાવ્યા અનુસાર આ સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો અને એજન્સીઓ પાસેથી મોટા પ્રમાણમાં ફંડિંગ મળતું હોવાનું સામે આવ્યું છે.

હ્યુમન રાઈટ્સ એસોસિએશને કરી નિંદા

બીજી તરફ, હ્યુમન રાઈટ્સ એસોસિએશને આ દરોડાની સખત શબ્દોમાં નિંદા કરી છે. સંગઠનનું કહેવું છે કે આ કોઈ ન્યાયિક તપાસ નથી પરંતુ રાજકીય પ્રેરિત ઝુંબેશ છે. જેનો મુખ્ય હેતુ પરિવાર અને બાળકોની સુરક્ષાના બહાને LGBTI+ અને સ્વતંત્ર નાગરિક સમાજને નાબૂદ કરવાનો છે.
તુર્કીયેની ‘જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી’ પોતાના રૂઢિચુસ્ત સમર્થકોને ખુશ કરવા માટે સતત LGBTQ+ જૂથોનો વિરોધ કરતી રહી છે. ઉલ્લેખનીય છે કે, 1858માં ઓટોમન સામ્રાજ્ય દરમિયાન સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી હટાવવામાં આવી હતી, તેમ છતાં આજે પણ ત્યાં સામાજિક ભેદભાવ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.
Back to top button