ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન પર હુમલા બાદ ઘટી ગઈ ટ્રમ્પની લોકપ્રિયતા, મોટા ભાગના અમેરિકનો વિરોધમાં

Trump Popularity: ઇરાન સાથે યુદ્ધ કરવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની લોકપ્રિયતા હવે ખૂબ ઘટી ગઈ છે. એક તાજા સર્વે અનુસાર, માત્ર 36% લોકો જ તેમના આ કામથી ખુશ છે. બાકીના વિરોધ કરી રહ્યાં છે. આ તેમના બીજા કાર્યકાળનું અત્યાર સુધીનું સૌથી ઓછું લોકપ્રિયતા રેટિંગ છે.

એક અઠવાડિયામાં ટ્રંપની લોકપ્રિયતા 4% ઘટી

ગયા અઠવાડિયે ટ્રમ્પની લોકપ્રિયતા રેટિંગ 40% હતી, જે આ અઠવાડિયે 36% પર આવી ગઇ છે. એટલે કે, માત્ર એક અઠવાડિયામાં તેમની એપ્રૂવલ રેટિંગ 4% ઘટી છે. ઈરાન પર અમેરિકી હુમલા અને તેના કારણે તેલના ભાવમાં ભારે વધારો થવાને કારણે ટ્રંપના સમર્થનમાં ઘટાડો થયો છે.

62% અમેરિકનોને ટ્રમ્પ પસંદ નથી

તાજા સર્વે મુજબ, 62% લોકોને ટ્રમ્પની કામગીરી પસંદ નથી. જીવનયાપન અને રોજિંદા ખર્ચના મુદ્દે સ્થિતિ વધારે ખરાબ છે. માત્ર 25% લોકોએ જ ટ્રમ્પના ઉકેલો પર વિશ્વાસ વ્યક્ત કર્યો. જણાવી દઈએ કે, 2024ની ચૂંટણીમાં ટ્રમ્પે મોંઘવારી ઘટાડવાના અને જીવન સરળ બનાવવાના વચનો પર જ જીત મેળવી હતી. હવે, આજ મુદ્દાઓ તેમના માટે મોટો ફટકો સાબિત થઈ રહ્યા છે.

આર્થિક વ્યવસ્થાપન પર પણ ટ્રમ્પની રેટિંગ ખૂબ ઘટી ગઈ છે. માત્ર 29% લોકો તેમના આર્થિક વ્યવસ્થાપનને પસંદ કરે છે. ટ્રમ્પના બંને કાર્યકાળમાં આ આંકડો સૌથી નીચો છે. તેમના રેટિંગ હાલમાં આર્થિક મુદ્દાઓ પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના રેટિંગ કરતા પણ ખરાબ છે.

61 ટકા અમેરિકનોએ વિરોધ કર્યો

ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા પછી પેટ્રોલ અને અન્ય ઇંધણના ભાવ વધ્યા, જેના કારણે સામાન્ય અમેરિકન પરિવારો પર અસર પડી છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે માત્ર 35% લોકોએ જ ઈરાન પરના હુમલાઓને ટેકો આપ્યો, જ્યારે 61 ટકા લોકોએ વિરોધ કર્યો. ટ્રમ્પની લોકપ્રિયતા તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં 47 ટકા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ઈરાન સંઘર્ષ અને વધતી મોંઘવારીના કારણે તે ઝડપથી નીચે આવી ગઈ.

રાજકીય વિશ્લેષકો માને છે કે જો તેલના ભાવ હજુ વધશે અને યુદ્ધ લાંબું ચાલશે, તો ટ્રમ્પની મુશ્કેલીઓ વધારે વધી શકે છે. આ ઘટાડો ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ચેતવણી છે. અર્થવ્યવસ્થા અને મોંઘવારી ઘટાડવાના વચનો પર જીત મેળવી પાછા ફરેલા ટ્રમ્પ હવે એ જ મુદ્દે સૌથી નબળા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાની જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પર જ રોક્યું, ના મળી નીકળવાની પરમિશન

Back to top button